હિતલ પારેખ/ગાંધીનગર: વાયુ વાવાઝોડાને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વાવાઝોડાને લઇને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. સાથે જ મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મુખ્ય સચિવ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સહિતના તમામ વિભાગોના વડા હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા 3 લાખ કરતા પણ વઘારે લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડું અત્યારે ઓમાનના દરિયા તરફ આગળ વધતા ગુજરાત પર તેને ખતરો ઓછો થયો છે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આગામી બે દિવસ સુધી દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.


વાયુની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ



રાજ્ય સરકાર દ્વારા વાવઝોડાને કારણે ગુજરાતમાં ઓછુ નુકશાન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યસ્થાને લઇને સમુદ્ર કિનારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. ગુજરાતમાં વાવાઝોડને લઇને આર્મી, નેવી, પોલીસ, એનડીઆરએફની ટીમો, સહિત અનેક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. 


 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાનો માન્યો આભા


  • ભગવાન સોમનાથ દ્વારકા કૃષ્ણ કનૈયાની કૃપાથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકવાનું હતું હવે આરબી સમુદ્રમાં તેને ટર્ન લીધો છે.

  • ગુજરાત ઉપરની મોટી આફત ટળી હોય એવું હવામાન વિભાગની ફોરકાસ્ટ ઉપરથી લાગે છે.

  • આજની રાતએ પણ હાઇ એલર્ટ જ રાખવાનો નિર્ણય લીધો છે.

  • ભેજનું પ્રમાણ વધે અને ભારે વરસાદ પડી શકે છે. 

  • વાવાઝોડાનો ભય છોડીએ તો પણ ભારે વરસાદ થાય તો મોટું નુકસાન થાય ન થાય તે માટે માટે આજની રાત રાહ જોવાની વાત કરી છે.

  • 10 જિલ્લાની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે.

  • સ્થળાંતર લોકોને પણ આવતીકાલ સુધી રાખવાનો નિર્ણય લીધો છે.

  • મંત્રીઓથી માંડીને જે કે સચિવો ગયા છે તેવો પણ આજની રાત જે તે સ્થળે રોકાશે

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં ઉતરતાની સાથે જ મારી સાથે વાતચીત કરી હતી.

  • સેન્ટ્રલ તરફથી કોઈ પણ મદદ જોઈતી હોય તો તૈયાર હોવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.

  • ugvcl ની 600થી વધારે ટીમો સ્થળ ઉપર છે જે વીજળીનું પુનઃસ્થાપન માટે કામ કરી રહી છે.

  • ગુજરાતની જનતાનો પણ મુખ્યમંત્રીએ આભાર માન્યો.

  • તમામ તંત્ર મીડિયા અને જનતાના સહકારથી સાથે મળીને આ જંગ જ લડ્યા છે.

  • ચાલ જિલ્લા હજુ પણ સાવચેતી રાખી રહ્યા છે.

  • સોમનાથ ભગવાન પાસે પણ પ્રાર્થના કરેલી આગલા દિવસે હું વેરાવળ હતું અને વેરાવળ સમૂહ લગ્નમાં ગયો હતો.

  • વાયુ વાવાઝોડા દરમિયાન રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો.

  • વાયુ વાવાઝોડાને કારણે કોઇ જ પ્રકારની ગંભીર અસર નથી થઈ

  • જ્યાં ૮૦ કિલોમીટર પવન હતો ત્યાં લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. પાછી ફરી રિઇન્સ્ટોલ કરવાનો પ્રયાસો ચાલુ છે.

  • વાવાઝોડા આવવાને કારણે ચોમાસું મોડું થાય તેવી શક્યતા છે કે, કુદરતને આધિન છે પણ ગુજરાતમાં ૩૧મી જુલાઈ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી હતી.

  • કર્મચારીઓ અને અધિકારીઓનો પણ આભાર માન્યો હતો.

  • ગુજરાત એક મોટા સંકટમાંથી બહાર નીકળ્યું છે અને તેનો રાહતનો અનુભવ કરી રહ્યા છું

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભારની લાગણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી