'વાયુ' વાવાઝોડાની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાયુની અસરને પગલે ભાવનગરમાં સૌથી વધારે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદ, ખાંભા , પાલીતાણા, અને મહુવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના અન્ય તાલુકાઓમાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હતો.

'વાયુ' વાવાઝોડાની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાયુની અસરને પગલે ભાવનગરમાં સૌથી વધારે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદ, ખાંભા , પાલીતાણા, અને મહુવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના અન્ય તાલુકાઓમાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હતો.

વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો અનેક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી. દરિયાકાંઠાના સુરત, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને પવન ફુંકાયો હતો. 2 અલગ અલગ જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા. વરસાદને લઇ વાહન ચાલકો અટવાયા હતા. વૃક્ષો પડતાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા અને જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ અમરેલી અને ભાવનગર જિલ્લામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અમદાવાદમાં સિઝનના પ્રથમ વરસાદને લઇને નગરજનો આનંદિત થઇ ઉઠ્યા હતા. 

વાયુથી તોતિંગ ટાવર તૂટી પડ્યો...
પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ
વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરના માધવપુરમાં બંધ વાયરલેસ ટાવર વાયુ વાવાઝોડાને કારણે ફૂકાયેલા પવને કારણે ધરાશાઇ થયો હતો. પોરબંદરની માધવપુરની મુખ્ય બજારમાં આવેલા મોટા જાપા વિસ્તારમાં બંધ ટાવર એક મકાન પર ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ ઘટનાથી કોઇ જાનહાની થઇ નથી. માત્ર ટાવર ધરાશાઇ થતા મકાનને નુકશાન થયું છે.

વાયુ વાવાઝોડું LIVE 
21 વર્ષ પહેલા પણ કંડલામાં ત્રાટક્યું હતું વાવાઝોડું, માનવીઓનાં મૃત્યુ આંકનો કોઇ હિસાબ નથી
રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવાય. ત્યારે આજે બપોરે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે. પણ ગઈકાલ સાંજથી ગુજરાતભરમાં વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, કેટલાક દરિયા કાંઠે દરિયામાં કરંટ વધ્યો છે. જેને પગલે મોજા વધુ ઊંચે ઉછળી રહ્યાં છે.

વિનાશકારી વાયુનો ખતરો યથાવત
વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાયું, પણ 15 જૂન સુધી ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તો યથાવત રહેશે. ગીર-સોમનાથ-દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. એટલે કે, 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે. હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે. તો પોરબંદર-જૂનાગઢ, કંડલા, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વાયુ કેટેગરી-2માંથી કેટેગરી-1માં ફેરવાયું છે. પરંતુ વાવાઝોડાની વિનાશકતા તો હજી પણ યથાવત છે. વેરાવળથી નજીક પહોંચેલું સાયક્લોન દૂર ફંટાયું છે. તેની અસરને પગલે રાજ્યભરમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news