Gujarat ByElection: ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત વચ્ચે સળગતો મુદ્દો, વિસાવદરની પેટાચૂંટણી કેમ જાહેર ન કરી!!
Gujarat Loksabha Elections : ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે... પરંતું જે બેઠક પર સૌથી પહેલા ધારાસભ્યનુ રાજીનામું પડ્યું એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની કોઈ જાહેરાત ન થઈ
Loksabha Election Date Declare : આજે ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેએ લોકસભાની ચૂંટણી યોજાશે. તો 4 જૂને મતગણતરી થશે. આ સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામા આવી છે. ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. આશ્ચર્યજનક રીતે ચૂંટણી પંચે વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી જાહેર નથી કરી. વિસાવદર સિવાય 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર કરાઈ નથી. ત્યારે વિસાવદરની પેટાચૂંટણી સળગતો મુદ્દો બન્યો છે. આખરે કેમ વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત ન કરાઈ. ગુજરાતમાં આ બેઠક પર જ સૌથી પહેલા રાજીનામું પડ્યું હતું. તો શું ચૂંટણી પંચથી ભૂલ થઈ છે કે અન્ય કોઈ કારણ હોઈ શકે.
લોકસભાની ચૂંટણી જાહેર
- ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન
- 7 મેના રોજ મતદાન થશે
- 4 જૂને પરિણામ જાહેર થશે
- 19 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
- 20 એપ્રિલે ફોર્મ ચકાસવામાં આવશે
- 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
ગુજરાતના એક જિલ્લામાં હાર્ટ એટેકથી હાહાકાર : બે દિવસમાં 6 લોકોના ધબકારા બંધ થયા
ભાજપ ભરતી મેળામાં સૌથી પહેલા ભાયાણી જોડાયા હતા
ભાજપનું લોટસ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે પક્ષપલટાની મોસમમાં સૌથી પહેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. ત્યારે AAPના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા હતા. જૂનાગઢમાં સીઆર પાટીલના હસ્તે ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા હતા. વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. છતા આ બેઠક પર પેટાચૂંટણીની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
એક એપ્રિલથી મોંઘી થશે તમારા કામની 800 દવા, આ રહ્યું આખું લિસ્ટ
ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત, 5 ખાલી બેઠકો પર મતદાન થશે
- 7 મેના રોજ પેટા ચૂંટણી માટે મતદાન
- વાઘોડિયા, વીજાપુર, ખંભાત માટે મતદાન
- પોરબંદર અને માણાવદર માટે મતદાન
- વીસાવદર બેઠક પર હાલ મતદાન નહીં
- 4 જૂને પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે
લાખોના પગારની નોકરીની ઓફર, અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નીકળી નોકરી
તો વિસાવદરની પેટાચુંટણી જાહેર ન થવા અંગે ઇશુદાન ગઢવીનું નિવેદન આપતા કહ્યું કે, વિસાવદરની પેટા ચુંટણી લોકસભા સાથે જાહેર થઈ નથી. પેટાચુંટણી જાહેર ન થવા અંગે આપ ચુંટણી પંચમાં રજુઆત કરશે. વિસાવદરના ધારાસભ્યએ સૌથી પહેલાં રાજુનામુ આપ્યુ હતું. સૌથી પહેલાં બેઠક ખાલી થઇ હોવા છતાં કેમ પેટાચુંટણી જાહેર ન થઇ ? આપ લાંબા સમયથી વિસાવદર બેઠક પર તૈયારી કરી રહ્યુ છે.