લાખોના પગારની નોકરીની ઓફર, અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નીકળી નોકરી

Recruitments : તમે જો અમદાવાદમાં રહો છો અને નોકરીની શોધ કરી રહ્યાં છો તો તમારા માટે એક તક છે.  અમદાવાદની વીએસ હોસ્પિટલમાં વિવિધ વિભાગો માટે 22 માર્ચે થશે ભરતી, જ્યાં તમે અરજી કરી સારી નોકરી મેળવવાની ઉજ્જવળ તકનો લાભ લઈ શકો છે. અહીં પગાર ધોરણ પણ  ઉંચું હોવાથી ગુજરાતીઓએ એકવાર ટ્રાય કરવો જોઈએ

લાખોના પગારની નોકરીની ઓફર, અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નીકળી નોકરી

Jobs In Ahmedabad : જો તમે નોકરીની શોધમાં છો અને તમારા હાથમાં ડોક્ટરની ડિગ્રી છે તો આ તક તમારા માટે છે. અમાદવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નોકરીની ઓફર આવી છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં વિવિધ તબીબી નિષ્ણાતોની જગ્યા ખાલી પડી છે. તે માટે 22 માર્ચે ભરતી થવાની છે. જો તમે આ તક ગુમાવવા માંગતા ન હોવ તો તમે અરજી કરી શકો છો. 

વી. એસ. હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિ હોસ્પિટલમાં કરાર આધારિત ફુલ ટાઇમ કન્સલ્ટન્ટ તથા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ ડોક્ટર્સની નિમણૂક કરાશે. તમામ ભરતી વોક ઇન ઇન્ટરવ્યૂના માધ્યમથી કરાશે. ભરતીની માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમનાં નામ, સરનામાં, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથે 22 માર્ચે બપોરે 2 વાગ્યે વી. એસ. હોસ્પિટલમાં હાજર થવાનું રહેશે.

જાણો કેટલી વેકેન્સી છે અને કેટલો પગાર મળશે 

 • બોયોકેમિસ્ટ્રી - 2
 • મેડિસિન - 5
 • રેડિયોલોજી - 5
 • માઇક્રોબાયોલોજી - 1
 • ગાયનેકોલોજિસ્ટ - 2
 • સાઇકિયાટ્રીક - 1
 • નેફ્રોલોજી - 1
 • પિડિયાટ્રિક સર્જરી - 1
 • પેઈન ફિઝિશિયન - 1
 • રૂમેટોલોજી - 2
 • ઓડિયોલોજિસ્ટ & સ્પીચ એન્ડ લેંગ્વેજ પેર્થોલોજિસ્ટ - 1

આ ઉપરાંત મેડિસિન, બોયોકેમિસ્ટ્રી, રેડિયોલોજી, માઇક્રોબાયોલોજી, ગાયનેકોલોજીમાં ફુલટાઇમ જોબ હશે, જેમાં 1.10 લાખ વેતન મળશે. જ્યારે બાકીની બ્રાન્ચમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે પ્રતિ યુનિટ 15 હજાર મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news