પાટીલે ખેલ પાડીને કોંગ્રેસને આપ્યો સૌથી મોટો ઝટકો : અંબરીશ ડેરે આપ્યું રાજીનામું
Congress MLA Ambarish Der Resignation : અમદાવાદની એક સોસાયટીમાં પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે થયેલી મુલકાત આખરે રંગ લાવી... યુવા નેતા અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું
Gujarat Congress : અમદાવાદમાં સીઆર પાટીલ સાથેની મુલાકાતના ગણતરીના મિનિટો બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરીશ ડેરે રાજીનામું આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ આખરે કોંગ્રેસમાંથી વિદાય લીધી છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહીર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડેરના ઘરે 20 મિનિટ સુધી ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક, આવતીકાલે કેસરિયા કરશે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરસન્માં માહિતી આપી કે, અમરીશ ડેરને કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.
રાજીનામાની જાહેરાત બાદ અંબરીશ ડેરે મીડિયાને જણાવ્યું કે, હું ભાજપના અમરેલી જિલ્લાના ભાજપ યુવા પાર્ટીમાં કામ કરી ચુક્યો છું. કોંગ્રેસમાં ધારાસભ્ય પણ રહ્યો. છેલ્લા કેટલાક સમયથી 370, રામ મંદિર સહિતના મુદ્દા કોંગ્રેસમાં મુકતો આવ્યો છું. આ દેશમાં વિવિધતામાં એકતા છે. છેલ્લા ત્રણ વર્ષથી પાટીલજી મને આમંત્રણ આપી રહ્યા હતા. આજે પાટીલજી મારા માતાના ખબર અંતર પૂછવા આવ્યા હતા. એમની મુલાકાત બાદ મેં કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામુ આપ્યું છે. મને સસ્પેન્ડ કરવા મામલે મારી પાસે કોઈ માહિતી નથી. દરેક રાજકીય પાર્ટીમાં ખામી અને ખૂબી હોય છે. કોંગ્રેસે મને જવાબદારી આપી હતી એટલે મને કોઈ માટે ખરાબ કહેવું નથી. રામ મંદિર મામલે કોર્ટ ચુકાદો આપે અને કોંગ્રેસ કહે ત્યાં ન જવું જોઈએ એ યોગ્ય નહતું. મેં ત્યારે પણ ધ્યાન દોર્યું હતું. હું વ્યક્તિગત કોઈને દોષ દેવા નથી માંગતો. આવતીકાલે હું કમલમમાં જઈશ ભાજપમાં જોડાઇશ. ભાજપ એ જવાબદારી સોંપશે એ સ્વીકારીશ. કોંગ્રેસમાં હતો ત્યારે જે જવાબદારી અપાઈ તે સ્વીકારી હતી. વિધાનસભા ચૂંટણી સમયે પણ ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ મને આમંત્રણ આપ્યું હતું. પાટીલજીએ જુદા જુદા સમયે મારા માટે વાત કરી હતી. અમુક મુદ્દા આધારિત મારી નારાજગી હતી , રામમંદિર મામલે ખાસ નારાજગી થઈ હતી. લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય. હું લાગણી સાથે જોડાયો છું. ભાજપ સાથે કોઈ બેઠક કે અન્ય કોઈ વાત થઇ નથી.
સાથે જ અંબરીશ ડેરે કહ્યું કે, અર્જુન મોઢવાડીયા મામલે હું કઈ ન કહી શકું. તેનો જવાબ તો તેઓ જ જવાબ આપશે. અન્ય માટેની કોઈ પ્રતિક્રિયા ન આપી શકું.
સમર્પિત કોંગ્રેસના કાર્યકરોને ભાજપ ડરાવી ધમકાવી કે ખરીદી નથી શકી
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર વાર કરતા જણાવ્યું કે, સમર્પિત કોંગ્રેસના કાર્યકરોને ભાજપ ડરાવી ધમકાવી કે ખરીદી નથી શકી. ગુજરાતની કાંગ્રેસની મતની ટકાવારી ટકી રહી છે. રાહુલ ગાંધીની યાત્રા સાત જિલ્લામાં પ્રવાસ કરશે. જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવ્યા હોય, જે નેતાએ તમારા બે નેતાઓને રંગા બિલ્લા સાથે સરખાવ્યા હતા તેમને ભાજપમાં લેવાનો પ્રયાસ કેમ કરો છો. ભાજપા અને તેના નેતાઓ બીજા વિપક્ષના લોકોને ધમકાવીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધી સાતમી માર્ચે ન્યાય યાત્રા પસાર થવાની છે. સત્તા મેળવવા માટે કોઈ પણ રીતે લડતા પક્ષ છે તો બીજી તરફ પ્રેમના સંદેશની વાત છે. ભારત જોડો ન્યાય મિલને તક સુધુ કોંગ્રેસ લડવાનું છે. એક તરફ ખેડૂતો આંદોલન કરી રહયા છે. રાહુલ ગાંધીએ એમએસપી માટેની વાત કરી છે. મુઠ્ઠીભર લોકોને ફાયદો કરાવવા માટે ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યાં છે. ભારત જોડો યાત્રા બાદ ભાજપને ખબર પડી જશે કે લોકપ્રિયતા કોંગ્રેસની છે.
અર્જુન મોઢવાડિયા પણ નવાજૂની કરશે?
કોંગ્રેસ નેતાઓની ભારત જોડો ન્યાય યાત્રાની પ્રેસ કોન્ફરન્સમાં અર્જુન મોઢવાડિયા ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ ઉપસ્થિત જ્યારે અર્જુન મોઢવાડિયા ગેરહાજર જોવા મળ્યા. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મોઢવાડિયાની ગેરહાજરી ભાજપ તરફ ઈશારો કરે છે. શક્તિસિંહ ગોહિલે પણ મોઢવાડિયાને ઉદ્દેશી નિવેદન આપ્યું કે, ભાજપના બે મોટા નેતાઓને જે રંગા બિલ્લા કહેતા હોય એમને લઇ જવાનો પ્રયત્ન કેમ થઈ રહ્યો છે ?
પાટીલે કરી મુલાકાત
કોંગ્રેસના યુવા નેતા અંબરિશ ડેર ભાજપમાં જોડાય તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી. આ વચ્ચે આજે પાટીલ અને ડેર વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. અંબરીશ ડેરના બીમાર માતાના ખબર અંતર પૂછવા આવ્યા હોવાનું કહેવામાં આવ્યુ હતું. પરંતુ હકીકતમાં તો આ રાજકીય હેતુથી મુલાકાત હતી
એક કડવાને બીજો કડવા પટેલ નડ્યો, રૂપાલાએ નીતિન પટેલનું પત્તું કાપી દીધું
અંબરીશના 'કેસરિયા'
કોંગ્રેસના ગઢનો વધુ એક કાંગરો ખરવા જઈ રહ્યો છે. સીજે ચાવડા, ચિરાગ પટેલ બાદ હવે કોંગ્રેસના વધુ એક મજબૂત નેતા અંબરીશ ડેરના ભાજપમાં જવાની ચર્ચા તેજ બની છે. છેલ્લા બે દિવસથી અંબરીશ ડેરના બંને ફોન સ્વીચ ઓફ આવતા હતા. તેમજ અંબરિશ ડેર એક અઠવાડિયાથી પોતાના સમર્થકો સાથે આ વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. ત્યારે હવે અંબરીશ ડેરનું ભાજપમાં જવું લગભગ નક્કી હોવાનું ગણાતુ હતું. આખરે નક્કી થઈ ગયું છે.
ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો સફાયો
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ભાજપ કોંગ્ર્રેસનો સફાયો કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને કેસરિયો કરી રહ્યાં છે. અંબરીશ ડેરના જવાથી કોંગ્રેસના આહીર સમાજની વોટબેંકને મોટો ફટકો પડશે.
નો રીપિટની બુમરાણ વચ્ચે આ સાંસદોનું પત્તુ કપાવાનું હતું, માત્ર મોદીને કારણે બચી ગયા
મારો મિત્ર છે અને તેને હુ લાવવાનો જ છું
ગત વર્ષે સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતા અંબરિશ ડેરને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. જાહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા અંબરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપતાં રાજુલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. પાટીલે અંબરીશ ડેર માટે કહ્યુ હતું કે, જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખ્યો, પણ બસ ચૂકી ગયા. મારો મિત્ર છે અને તેને હુ લાવવાનો જ છું હાથ પકડીને.