ચેતન પટેલ/સુરત: અંગદાન જેવા ભગીરથ કાર્ય સુરત દેશભરમાં જાણીતો થયો છે. અવારનવાર અહીં અંગદાનની ઘટના બનતી હોય છે. ત્યારે આજે એક સાથે 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક જીવથી અનેક જીવ બચાવવાના ઉદ્દેશથી અંગદાન કરવા માટે પ્રણ લીધો છે. એટલું જ નહીં વીએનએસજીયુંના ફાઈન આર્ટસ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ 200 પણ વધુ પેઇન્ટિંગ બનાવી અંગદાન અંગે લોકોને જાગૃત કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુષ્માન કાર્ડમાં આબરૂની ધૂળધાણી: સરકારે કરવા પડ્યા ખુલાસા, સરકારી તિજોરી ખંખેરાઈ


અંગદાન નો મહત્વ હવે યુવાઓ સમજી રહ્યા છે આજ કારણ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ એક સાથે અંગદાન કરવાનો પ્રણ લીધો છે. વિદ્યાર્થીઓએ આ સંકલ્પ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે લીધો હતો. અંગદાન સંકલ્પ દિવસ તરીકે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ VNSGU ખાતે એકત્ર થયા હતા. 


મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ-ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા


નવજીવન સેવા ફાઉન્ડેશન અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અંગદાન જાગૃતિ અભિયાન હેઠળ અંગદાન સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અંગદાન નો સંકલ્પ લઈ અંગદાન જાગૃતિમાં સહભાગી થવાનો નિર્ણય કર્યો હતો અને સમાજ સુધી આ સંદેશ તેવો લઈ જશે તેવું જણાવ્યું હતું.


હવેથી ગુજરાતમાં નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, TC નંબર સિસ્ટમ દૂર કરાઈ


એટલું જ નહીં યુનિવર્સિટીના ફાઇન આર્ટસ વિભાગ દ્વારા અંગદાન વિશેની ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અંગદાન થી લાભ અને જીવનદાન અંગેની વિવિધ પેઇન્ટિંગ બનાવીને લોકોને અંગદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. આશરે 200થી પણ વધુ આ પેઇન્ટિંગ દસ દિવસ સુધી પ્રદર્શનની મા મુકવામાં આવશે. 


કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી


આ પેઇન્ટિંગમાં સામાજિક ધાર્મિક અને લાગણીશીલ સંદેશો થકી લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી છે આ પ્રદર્શન એ લોકો યુનિવર્સિટી ખાતે દસ દિવસ સુધી નિહાળી શકશે અને સાથે જ ત્યાં સંકલ્પ પત્ર હરી અંગદાન કરવા માટે નિર્ણય પણ લઈ શકશે.