મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા

અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે એસ ટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, અકસ્માતમાં 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. સદનસીબે 25 લોકોનો જીવ બચ્યો છે.

મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા

ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં અકસ્માતના વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કામરેજ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે મુસાફર ભરેલી એસટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે. જેમાં 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં 25 મુસાફરો સવાર હતા. હાલ અકસ્માત સ્થળે 108ની ટીમો પહોંચી છે. આ ઘટનામાં બસ અને ટેન્કર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

બસમાં 25 મુસાફરો સવાર હતા
વિગતો મુજબ કામરેજ ને.હા. 48 પર અમદાવાદ- મુંબઈ જતા મુસાફર ભરેલી એસટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બસ વડોદરાથી સુરત તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન દૂર્ઘટના સર્જાઈ છે. કાર ચાલકને બચાવવા જતા બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. 

બસ ધડાકાભેર અથડાઇ
બસ સામેના ટ્રેક પર ચઢી જતા કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. જેને લઈ 10 જેટલા મુસાફરોને તેમજ બસ અને ટેન્કર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, સમગ્ર બાબતને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના પણ દર્શ્યો સર્જાયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news