Gujarat Government : ગુજરાત સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ૪ ઇજનેરોની પણ ફેરબદલ CMO ના એક અને ચાર મંત્રીઓના અંગત સ્ટાફના અધિકારીઓને પ્રમોશન મળ્યા છે. મંત્રીઓની વાહવાહી અને કામનું ફળ મળતાં અધિકારીઓમાં તહેવારોને ટાણે ખુશીનો માહોલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકાએક સરકારે આજે પ્રમોશનની જાહેરાત કરી છે.  ગુજરાત વહીવટી સેવા (ગેસ) કેડરના ૨૭ અધિકારીઓને સિનિયર સ્કેલના પ્રમોશન આપ્યાં છે. આ તમામ અધિકારીઓને યથાવત જગ્યાએ રાખ્યા છે. બઢતીના આ આદેશમાં મુખ્યમંત્રી કાર્યાલયના એક અને કેબિનેટના ચાર મંત્રીના અંગત સ્ટાફના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારના GAD વિભાગે ગુજરાત વહીવટી સેવાના એક સાથે ૨૭ અધિકારીઓને સિનિયર ગ્રેડમાં બઢતી આપી છે. જેને પગલે સરકારી કર્મચારીઓમાં આનંદ છવાયો છે. લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે કામગીરી કરનાર અધિકારીઓને પ્રમોશન આપી સાચવી લીધા છે. 


ગુજરાતમાં નકલી બિયારણ વેચાણની ખુદ ભાજપના જ સાંસદે ખોલી પોલ, ગાંધીનગર સુધી પડ્યા પડઘા


જીવલેણ હાર્ટ એટેક! રાજ્યમાં આજે વધુ બે લોકોના મોત, વડોદરામાં 15 દિવસમાં 12 ના મોત


આ પ્રમોશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કૈપી જેઠવા, પ્રવાસન વિભાગના કે. એસ મોદી અને જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીના એડિશનલ પર્સનલ સેક્રેટરી એસડી ગીલવા, રાજ્યકક્ષાના સહકાર મંત્રીના ઓએસડી આઇએચ પંચાલ, રાજ્યકક્ષાના રમતગમત મંત્રીના પર્સનલ આસિસ્ટન્ટ વીએન રબારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ જીપીએસસીના ડેપ્યુટી સેક્રેટરી ડીએમ ચૌહાણ, અમદાવાદના નોન એગ્રીકલ્ચર વિભાગના ડેપ્યુટી કલેક્ટર ડીએમ દેસાઇ, અમદાવાદના લેન્ડ રિફોર્મના ડેપ્યુટી કલેક્ટર વીએ પટેલ, મુખ્યમંત્રી કચેરીના ડેપ્યુટી કલેક્ટર બીજી વાઘેલાને પણ યથાવત જગ્યાએ પ્રમોશન મળ્યું છે.


અમદાવાદમાં સ્કૂલ બોર્ડ ચેરમેન અને ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો ITની ઝપેટમાં


ઠંડી-ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી : ગુજરાતના આ શહેરોમાં આજે 7 નવેમ્બરે વરસાદની આગાહી