Canada Student Visa : અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા બાદ હવે કેનેડા જવાનો ક્રેઝ વધ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ગુજરાતીઓ કેનેડા પહોંચ્યા છે. જેમાં સ્ટુડન્ટ વિઝાથી કેનેડા જનારા વિદ્યાર્થીઓ વધારે છે. આવામાં જો તમે હવે સ્ટુડન્ટ વિઝા માટે પ્રયાસ કરી રહ્યા છો તો જાણી લેજો કે સ્ટડી વિઝામાં કેટલાક નિયમો બદલાયા છે. કેનેડાએ પહેલી ડિસેમ્બરથી સ્ટડી પરમિટ માટેના ફોર્મમાં કેટલાક ફેરફાર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુના ફોર્મને બદલે નવું ફોર્મ
IRCCએ 2024 માટે નવા ટ્રસ્ટેડ ઈન્સ્ટિટ્યૂશન ફ્રેમવર્કની જાહેરાત કરી છે. 1 ડિસેમ્બરથી સ્ટડી પરમિટ માટેના ફોર્મમાં કેટલાક ફેરફાર કરાયા છે. આ માટેની એપ્લિકેશન માટે નવુ એપ્લિકેશન વર્ઝન આવ્યું છે. જેને જેને IMM1294 ફોર્મ પણ કહેવામાં આવે છે. હવેથી બધા લોકોએ સ્ટડી પરમિટ માટે આ ફોર્મનો જ ઉપયોગ કરવાનો રહેશે. જે લોકો કેનેડામાં કોઈ પણ માન્યતાપ્રાપ્ત સંસ્થામાં છ મહિના કરતા વધુ સમય માટે એકેડેમિક, પ્રોફેશનલ, વોકેશનલ અથવા અન્ય કોર્સ કરવા માગતા હોય તેમણે આ ફોર્મ ભરવાનું રહેશે. તમે કેનેડાની સ્ટડી પરમિટ માટે અરજી કરો તે અગાઉ તમારી પાસે માન્યતાપ્રાપ્ત સંસ્થાનું લેટર ઓફ એક્સેપ્ટન્સ હોવું જરૂરી છે. 


કેનેડા ગયેલા યુવકોએ વર્ણવી દુખદાયક કહાની, અહીં બાથરૂમ સાફ કરવાનું પણ કામ મળે છે!


કેનેડામાં આવીને આ બાબત પહેલા શીખો 
વિદ્યાર્થીઓ એવી જગ્યાએ નોકરી કરવા તૈયાર થાય છે જ્યા ભણતર એળે જાય છે. ગુજરાતીઓ પિઝા આઉટલેટ, કોફી શોપમાં કામ કરતા થઈ ગયા છે. કેનેડાનું અંગ્રેજી શીખવું અને ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન શીખવુ બહુ જ જરૂરી છે. કેનેડામાં આવીને ભલે કોઈ નાનો કે મોટો કોર્સ કર્યો હોય, પરંતું ત્યાનું અંગ્રેજી શીખી લેવુ જરૂરી છે. તમારા પ્રોફેશનમાં અહી પણ નોકરી મળી રહે છે, પરંતુ તેના માટે મહેનત કરવી પડે છે. કેનેડાની કંપનીઓ અહી લોકોને પૂછે છે કે, તમને કોઈ ક્લીનિકલ અનુભવ છે કે નહિ. ત્યારે નાનો મોટો કોર્સ નહિ પરંતુ અંગ્રેજી સુધારો, ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન સ્કીલ સુધારો. આનાથી તમને નોકરી મળી જશે. ભારતથી આવતા નવા ઈમિગ્રન્ટ્સ પિઝ્ઝ હટ, મલ્ટીપ્લેક્સ જેવી ઓડ જોબ્સ કરે છે. સારી નોકરી માટે મહેનત કરવી પડે છે.  


કેનેડા ગયેલા ગુજરાતીઓના કડવા અનુભવો જાણી તમે કહેશો, ભઈ આપણું ભારત સારું હોં!


બીજા શહેરો પર નજર દોડાવો
ભારતથી આવતા મોટાભાગના યુવાઓે માત્ર ને માત્ર ટોરેન્ટો, વેનકુવર, ઓટાવા, ક્યૂબેકમાં જ જવું હોય છે. તેઓ કેનેડાના બીજા શહેરો પર નજર નથી દોડાવતા. આ શહેરો કેનેડાના મોટા શહેરો હોવાથી અહી લાઈફસ્ટાઈલ અન્ય શહેરો કરતા ખર્ચાળ છે. તેઓને આવામાં ઓછી કમાણીમાં પીસાવું પડે છે. તેથી કેનેડા આવતા પહેલા રિસર્ચ કરીને આવવું જોઈએ. જેને કારણે તમને આગળ જઈને સમસ્યાઓનો સામનો કરવો ન પડે.


અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા ગુજરાતીઓને જલદી મળશે નવી ભેટ, USનો છે આ પ્લાન