અતુલ તિવારી, અમદાવાદ: કોરોના (Coronavirus) ના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેર (second wave) ને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ (SBSE) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન (Mass promotion) કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 12 સાયન્સ (12 Science) ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર (Big News) આવ્યા છે. માસ પ્રમોશન (Mass promotion) બાદ એન્જીનીયરીંગ (Engineering) અને ફાર્મસી (Pharmacy) માં પ્રવેશ (Admission) માટે ગુણભારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. ગુજકેટ (GUJCET) અને ધોરણ 12ના ગુણની ટકાવારીમાં ફેરફાર કરી મેરીટ લિસ્ટ બનાવી અપાશે. 

Bhavnagar: 50થી વધુ સ્થળોએ GST વિભાગના દરોડા, મોટા માથાઓ થયા અંડર ગ્રાઉન્ડ


આ વર્ષે પ્રવેશ માટે ગુજકેટ (GUJCET) ના 50 ટકા અને ધોરણ 12 ના પરિણામના 50 ટકા ગુણભારના માધ્યમથી મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટના 60 ટકા અને ધોરણ 12 પરિણામના 40 ટકા ગુણભાર મુજબ મેરીટ લિસ્ટ તૈયાર કરી પ્રવેશ આપવામાં આવતો હતો.


કોરોના (Coronavirus) મહામારીમાં અપાયેલા માસ પ્રમોશનને કારણે આ વખતે મેરીટ લિસ્ટ બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થશે. ગુજકેટ અને ધોરણ 12ના પરિણામના 60 - 40 ટકા ના બદલે આ વખતે 50 - 50 ટકા મુજબ પર પ્રવેશ પદ્ધતિ અપનાવવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

Weird News: ગાંધીનગરમાં ભેંસો દારૂની 101 બોટલ ઢીંચી ગઇ, માલિકને ખાવી પડી જેલની હવા


તો બીજી તરફ ધોરણ 12 સાયન્સ (12 Science) ના B ગ્રુપના એટલે કે બાયોલોજી (Biology) સાથે ધોરણ 12 પાસ થનાર વિદ્યાર્થીઓ (Student) ને એન્જીનીયરીંગના 15 વિષયોમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવશે. બાયો ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, એગ્રીકલચર ટેકનોલોજી જેવા 15 એન્જીનીયરીંગ (Engineering) ના વિષયોમાં અભ્યાસ માટે તક આપવામાં આવશે. 


આ વર્ષથી જ 15 જેટલા જુદા જુદા એન્જીનીયરીંગના કોર્ષમાં બી ગ્રૂપ સાથે ધોરણ 12 પાસ થનાર વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવામાં આવશે. બાયોલોજી સાથે ધોરણ 12 સાયન્સ પાસ કરી એન્જીનીયરીંગનો કોર્ષ કરનાર વિદ્યાર્થીઓને ગણિત વિષયનો અભ્યાસ કરવાનો રહેશે. આવતા વર્ષથી બાયોલોજીના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ (Engineering) ના તમામ વિષયોમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવે તેવી કરાઈ ગોઠવણ રહી છે.

Amazon ના ગુજરાતમાં પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ, મુખ્યમંત્રીએ કહ્યું નવિન તકો ખૂલશે


ગણિત વિષયનો નિશ્ચિત અભ્યાસ કરી બાયોલોજીના વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગના કોર્ષમાં અભ્યાસ લઈ શકશે. જો કે આ અંગે આવતા વર્ષના સત્રથી વ્યવસ્થા કરાશે. ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ સત્તાવાર જાહેરાત કરી તમામ 15 વિષયોની જાણકારી આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube