ઝી ન્યૂઝ/ગાંધીનગર: GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 26 માર્ચના રોજ લેવાનારી મદદનીશ ઇજનેર વર્ગ 2ની પ્રાથમિક કસોટી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાની નવી તારીખો ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ ઉપર જલ્દી મૂકવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, GPSC આગામી તારીખ 26.03.2023 નાં રોજ આયોજીત પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



પરીક્ષાની નવી તારીખ નક્કી કર્યા બાદ વેબસાઈટ પર મુકવામાં આવશે. તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું છે.