ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર; શું કપાસનો ભાવ 2000 થશે? જાણો તમામ બજારોના લેટેસ્ટ ભાવ
Cotton market price Today: ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37 ટકા વધારે થઈ છે. કપાસને બજારમાં તેજી જોવા મળી રહી છે. આજે મોટાભાગના માર્કેટયાર્ડોમાં રૂના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ છે. ગુજરાતના ખેડૂતો માટે હાલમાં રૂના ભાવનું વેચાણ કરી રોકડા ગણી લેવાની તક છે.
Cotton market price Today in Gujarat: ગુજરાતમાં કપાસના ભાવમાં ધીમેધીમે મક્કમ સુધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહયો છે. ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં નંબર વન રાજ્ય છે. રાજ્યમાં 25થી 26 લાખ હેક્ટરમાં વાવેતર કરાતા કપાસમાં હવે આવક રહી નથી. જે ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યાં છે. કપાસને બજારમાં તેજી જોવા મળી રહી છે. આજે મોટાભાગના માર્કેટયાર્ડોમાં રૂના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ છે. ગુજરાતના ખેડૂતો માટે હાલમાં રૂના ભાવનું વેચાણ કરી રોકડા ગણી લેવાની તક છે. જોકે, રૂના ભાવમાં હજુ વધારો થવાની પૂરી સંભાવના હોવાથી ખેડૂતોએ ટુકડે ટુકડે રૂનું વેચાણ કરવું જોઈએ.
જાણો રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડના ભાવ
- રાજકોટમાં કપાસના ભાવ 1450 થી 1600 રૂપીયા ભાવ
- અમરેલીમાં કપાસના ભાવ 1050 થી 1623 રૂપીયા ભાવ
- ગોંડલમાં કપાસના ભાવ 1101 થી 1586 રૂપીયા ભાવ
- કાલાવડમાં કપાસના ભાવ 1300 થી 1570 રૂપીયા ભાવ
- ભાવનગરમાં કપાસના ભાવ 1200 થી 1524 રૂપીયા ભાવ
- જામનગરમાં કપાસના ભાવ 1100 થી 1595 રૂપીયા ભાવ
- જેતપુરમાં કપાસના ભાવ 1266 થી 1636 રૂપીયા ભાવ
- વાંકાનેરમાં કપાસના ભાવ 1350 થી 1626 રૂપીયા ભાવ
- રાજુલામાં કપાસના ભાવ 1000 થી 1590 રૂપીયા ભાવ
- હળવદમાં કપાસના ભાવ 1351 થી 1564 રૂપીયા ભાવ
- તળાજામાં કપાસના ભાવ 1275 થી 1583 રૂપીયા ભાવ
- બગસરામાં કપાસના ભાવ 1200 થી 1575 રૂપીયા ભાવ
- માણાવદરમાં કપાસના ભાવ 1400 થી 1675 રૂપીયા ભાવ
- વિછીયામાં કપાસના ભાવ 1350 થી 1595 રૂપીયા ભાવ
- ધારીમાં કપાસના ભાવ 1300 થી 1575 રૂપીયા ભાવ
- લાલપુરમાં કપાસના ભાવ 1350 થી 1581 રૂપીયા ભાવ
- ધ્રોલમાં કપાસના ભાવ 1342 થી 1635 રૂપીયા ભાવ
- પાલીતાણામાં 1111 થી 1520 રૂપીયા ભાવ
કપાસમાં 2000નો ભાવ થશે?
ગુજરાતના ખેડૂતોને 1900થી 2000 ભાવ મળી રહ્યા નથી, આમ જોઈએ તો વૈશ્વિક બજારોમાં ફુલ તેજી જોવા મળી રહે છે. પરંતુ કપાસના બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે. જેના કારણે કપાસનો ભાવ અત્યારે ઉંચામાં 1500 થી 1700 રૂપિયા સુધી મળી રહ્યા છે. જોકે ગઈ કાલે (મંગળવાર) ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1995 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો.
ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડી નિકાસના ઓર્ડર
આ વર્ષે કપાસના ભાવમાં પહેલાથી જ મજબૂતી જોવા મળી છે. શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો હતો, પંરતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઉંચકાયો છે. ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી, ઉપરથી ઉંચકાયા છે. તેથી ખેડૂતોને નવા વર્ષે આ ખેતી ફળશે. આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડી નિકાસના ઓર્ડર થયા છે. આગળ પણ રૂની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે. જો તમારી પાસે રૂનો સ્ટોક છે. આગામી મહિને વધુ 10 ટકા ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે.
ગુજરાતમાં હવે ખેડૂતોને ફાયદો
કપાસના ભાવ ઓક્ટોબરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 10,000ના ઊંચા સ્તરેથી ઘટીને રૂ.7,200 પ્રતિ ક્વિન્ટલ થયા છે. ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જો ભાવમાં ઘટાડો ચાલુ રહેશે, તો ખેડૂતો ક્વિન્ટલ દીઠ રૂ. 7,020ના નવા MSP પર વેચાણ કરવા માટે આગામી સિઝન સુધી રાહ જોવાનું પસંદ કરી શકે છે. 2023-24ની માર્કેટિંગ સીઝન માટે સરકારે કોમોડિટીના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વાર્ષિક આશરે 9%નો વધારો કર્યા બાદ કપાસના ભાવ, જે છેલ્લા આઠ મહિનામાં 25% થી વધુ ઘટ્યા છે, તે ભાવમાં હવે સુધારો થઈ રહ્યો છે. સરકારે વર્ષ 2023-24ના ખરીફ સિઝન માટે કપાસમાં મધ્યમ તાર માટે ટેકાના ભાવ 6,620 અને લાંબા તારના ટેકાના ભાવ 7,020 જાહેર કર્યા હતા. આજે ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ ટેકાથી પણ વધારે છે.