ગાંધીનગરઃ લોક રક્ષક દળ (LRD) મહિલાઓ માટે મહત્વના સમચાર સામે આવ્યા છે. બાકી રહી ગયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે. 4 જુલાઈના રોજ બધા ઉમેદવારોને નિમણૂકનો હુકમ આપવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ હુકમ કર્યો છે. બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુદી હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ મહિલાઓને નિમણૂક પત્ર આપવાના બાકી છે, તેમના મેડિકલ, ચારિત્ર્ય સર્ટિફિકેટ, અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ કરવામાં આવે તેમ ડીજીપીએ કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતો એલઆરડી વિવાદ?


  • પોલીસની ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત

  • ૧લી ઓગસ્ટ, ૨૦૧૮નાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો

  • પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ તેમાં જ તેની પસંદગી શક્ય

  • કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળી શકે

  • અનામત કેટેગરીની મહિલાને જનરલ-ઈડબલ્યુએસ કેટેગરી કરતાં વધુ માર્ક છતાં નોકરીથી વંચિત

  • જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં નોકરીથી વંચિત

  • લોકરક્ષક દળ માટે કુલ ૯,૭૧૩ જગ્યા માટે ભરતી

  • ભરતી બોર્ડ માત્ર ૮,૧૩૫ ઉમેદવારોનું જ લિસ્ટ જાહેર કર્યુ

  • જનરલ કેટેગરીમાં એક પણ મહિલાનું મેરિટ જાહેર કર્યુ નથી

  • હથિયારધારી મહિલામાં ૧,૦૧૧

  • બિનહથિયારધારી મહિલામાં ૫૩૦ મહિલાનું મેરિટ અટવાયું

  • ગુજરાત સરકાર પરિપત્ર જાહેર કરતાં અનામતનો છેદ ઉડ્યો


પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. ત્યારે આ જીઆરને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી રાજ્યમાં આંદોલન પણ થયું હતું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube