દિવ્યેશ જોશી/રાજકોટ: સૌરાષ્ટ્રના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. માત્ર 30 દિવસની અંદર જ ઓખાથી અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રીક ટ્રેન દોડતી થઈ શકે છે. અમદાવાદથી ઓખા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થઇ ગયું છે. ઇલેક્ટ્રીક એન્જિન સાથેની ટ્રેનો શરૂ થવાથી ડીઝલ એન્જિનો દ્વારા ફેલાતું પ્રદુષણ બંધ થશે. રેલવેને ડીઝલ એન્જિન કરતા લોકો ઓછા સમયમાં વધુ મુસાફરી કરી શકશે, ઇલેક્ટ્રીક ટ્રેનની સ્પીડ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં જર્જરિત બિલ્ડિંગે ત્રણનો ભોગ લીધો; પતિ-પત્ની અને બાળકનું મોત, 5 ઈજાગ્રસ્ત


સ્પીડ વધવાથી આવનારા સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો મળશે. જોકે ઈલેક્ટ્રિક ટ્રેન શરૂ થતાની સાથે જ અમદાવાદમાં જે એન્જિન બદલાવવા માટે સમય બગડતો હતો તે સમય નહીં બગડે. ઈલેક્ટ્રીક ટ્રેન શરૂ થવાથી જે રેગ્યુલર ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે તેવા લોકો માટે પણ મુસાફરી ઘણી સરળ બની જશે. હાલ ડીઝલ એન્જિન ના કારણે ઘણા સમય બગડતો હોય છે.


જાણવા જેવો કિસ્સો! શરીરસુખ માણ્યા બાદ નક્કી કરેલા રૂપિયાની માંગણી કરતા હેતલને મળ્યું


આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ ડબલ ટ્રેક પર પણ ટ્રેનો ચાલવા લાગી છે. ડબલ ટ્રેક પર ટ્રેનો ચાલે છે. એકી સાથે બે ટ્રેન અવરજવર કરી શકે છે, જેમના કારણે ક્રોસિંગની સમસ્યા ઘણે અંતે હળવી બની છે. ક્રોસિંગ સમયે પણ અન્ય ટ્રેન પસાર ન થાય ત્યાર સુધી બીજી ટ્રેનને રાહ જોવી પડતી હોય છે. આ ઉપરાંત અન્ય વધારાની ટ્રેનનો પણ લાભ સૌરાષ્ટ્રવાસીઓને મળશે. ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેનો શરૂ થવાથી રેલવેને બમણો ફાયદો થશે.


અંબાલાલ પહેલીવાર ખોટા પડ્યા! પણ વરસાદની આ આગાહી સાચી ઠરી તો ગુજરાતના નીકળશે છોતરા!