તેજસ મોદી/ સુરત : સુરત મ્યુનિસિપલ કમિશઅનર બંછાનિધિ પાનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હાલ પાણી અને કોરોનાને કારણે સુરતની કમર ભાંગી ગઇ છે. સુરતની કમર ગણાતા ટેક્ષટાઇલ અને હીરા ઉદ્યોગ ભારે મંદીનો સામનો કરી રહ્યોછે. આ ઉપરાંત જે ટલો ઉદ્યોગ ચાલી પણ રહ્યો છે તે કોરોનાને કારણે તંત્રની સખત ગાઇડ લાઇનને કારણે બંધ થઇ ચુક્યા છે. ત્યારે કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા સુરતીઓ માટે પ્રમાણમાં સારા સમાચાર લઇને આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસ કમિશ્નરની ગાડીને નડ્યો અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત

કમિશ્નરે જણાવ્યું કે, બેકાબુ થયેલા કોરોનાની સ્થિતી ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. ઓપીડી 1500-2000 પ્રતિ દિવસ થતી હતી તે હવે ઘટીને 150-200 જેટલી નીચે આવી ચુકી છે. પોઝિટિવ કેસનો દર પણ ઘટીને 4 ટકાની નજીક પહોંચી ચુક્યો છે. કોરોના પોઝિટિવ સંખ્યા ઘટવાની સાથે સાથે રિકવરી રેટ વધી રહ્યો છે. રિકવરી રેટ 85 ટકાએ પહોંચ્યો છે. ઇમરજન્સી સેવામાં 108ની ટ્રીપ 270 થી ઘટીને 85 ટકા થયો હતો. ઇમરજન્સી સેવા 108ની ટ્રીપ 270થી ઘટીને 60-95 થઇ હતી. 


ગુજરાત આંદોલનના માર્ગે: ગૌશાળા સંચાલકો સરકારી કાર્યાલય બહાર ગાય છોડી રણશિંગુ ફૂંક્યું

104 સેવામાં પોઝિટિવ કેસોની સંખ્યા માત્ર 10થી 20 થઇ ચુકી છે. બહારથી આવતા લેબર પર ધ્યાન રાખવામાં આવે છે. હાઇ રિસ્ક એરિયાઓ નક્કી કરવામાં આવી રહ્યા છે. કન્ટેઇનમેન્ટ જોનમાં સતત મોનિટરિંગ કોર્પોરેશન ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાંદેર અને અઠવા ઝોનમાં પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર