Gujarat Government : જો તમને સરકારી નોકરીના અભરખા હોય ગુજરાતમાં આ સરકારી વિભાગમાં નોકરી કરવા જેવી છે. કારણ કે, આ વિભાગમાં કર્મચારીઓને સૌથી વધુ 45 હાઈએસ્ટ એલાઉન્સ જાહેર કરાયુ છે. પરંતુ આ નોકરી જોખમી છે. જીવ ગજવામાં લઈને ફરવુ પડે છે. ત્યારે ગુજરાતમાં સૌથી જોખમી એવી નોકરી એવા ATSના અધિકારી-કર્મચારીને હાઈરિસ્ક એલાઉન્સની જાહેરાત કરાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને મજૂરી આપી છે. આ જાહેરાત બાદ હવે ATSના અધિકારી-કર્મચારીઓને 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. તેઓને છઠ્ઠા પગાર પંચના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના 45 ટકા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવાયું કે, રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ની વર્ષ ૧૯૯૫માં રચના કરવામાં આવેલ છે. જે રાજ્યમાં આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિની, બનાવટી ચલણી નોટો, નાર્કોટીક્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ, સાયબર ક્રાઈમ તેમજ રાજ્ય અને રાષ્ટ્રની આંતરિક સલામતી જોખમાય તેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તેમજ તેને સંલગ્ન ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાની કામગીરી કરી છે. તેથી આ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્ટ આપવાની મંજૂરી આપવા અત્રે દરખાસ્ત કરેલ. જેને મંજૂરી આપવાની બાબત વિચારણા હેઠળ હતી. તેથી આ કર્મચારીઓને તેમના છઠ્ઠા પગાર પંચ મુજબના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે. 


બિલાડી માસી સાથે જબરુ થયું, મોઢું લોટામાં ફસાતા આખા ગામમાં લોટાવાળા મોઢા સાથે દોડી


આંખમાં ઈન્ફેક્શન થાય તો સિંદૂર લગાવવાના અખતરા ન કરતા, આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો


 



 


હાઈરિસ્ક એલાઉન્સ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવવા માટે નિયત કરેલા શરતો પરિપૂર્ણ કરતા હોય તે અધિકારીઓ કર્મચારીઓને જ મળવા પાત્ર થશે. 


રાજકોટમાં ચાલુ ક્લાસમાં ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત, માતાપિતા ચોધાર આસુંએ રડી પડ્યા