બિલાડી માસી સાથે જબરુ થયું, મોઢું લોટામાં ફસાતા આખા ગામમાં લોટાવાળા મોઢા સાથે દોડી
Mahisaga News : મહિસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામનો આ વીડિયો હાવાની ચર્ચા છે. જ્યાં સ્થાનિકોએ અબોલ જીવને બચાવી પણ હતી
Trending Photos
Trending Reels ભદ્રપાલ સોલંકી/મહીસાગર : આપણે ત્યા એવી કહેવત છે કે, બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે. બિલાડી ચપળ અને જબરુ પ્રાણી ગણાય છે. તેથી જ તે વાઘની માસી કહેવાય છે. ત્યારે આ ચપળ બિલાડી પણ મુસીબતમાં મૂકાઈ હોય તેવી ઘટના બની છે. મહીસાગરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બિલાડીનું મોઢું લોટામાં ફસાયુ હતું. લોટામાં ફસાયેલી બિલાડી હાંફળી ફાંફળી બનીને અહી તહી દોડતી જોવા મળી હતી.
મહીસાગરમાં મીની રાણી મુસીબતમાં મૂકાઈ હોય તેવો વીડિયો સામે આવ્યો છે. બિલાડીનું મોઢું એક લોટામાં ફસાઈ ગયુ હતું. જેથી બિલાડી બાવરી બનીને અહીતહી દોડતી દેખાઈ હતી. લોટાને કારણે બિલાડી કંઈ પણ જોઈ શક્તી ન હતી, તેથી તેણે આંધળી દોટ મૂકી હતી. ત્યારે બિલાડીની આ રમૂજનો વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
બિલાડીનું મોઢું લોટામાં ફસાયું, પછી થઇ જોવા જેવી... જુઓ વીડિયો#Cat #Viral #Viralvideo #Mahisagar #Gujarat #zee24kalakoriginalvideo pic.twitter.com/w1HLDYshSB
— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2023
તો બીજી તરફ, સ્થાનિકો દ્વારા બિલાડીને આ મુસીબતમાંથી બહાર કાઢવામાં આવી હતી. લોટો ફસાતા મુશ્કેલીમાં મૂકાયેલી બીલાડીને છોડાવવા લોકોએ મદદ કરી હતી. લોકોએ તેના મોઢામાંથી લોટો કાઢતા આખરે છુટકારો મળતાં બિલાડીનો જીવ બચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામનો આ વીડિયો હાવાની ચર્ચા છે. જ્યાં સ્થાનિકોએ આ ઘટનાની મજા પણ લીધી અને સાથે જ અબોલ જીવને બચાવી પણ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે