ધડાકો: ગુજરાતના એક તૃતીયાંશ વાલીઓ પોતાનાં બાળકોને શાળામાં મળતા શિક્ષણથી અસંતુષ્ટ
Education Survey : શહેરી વિસ્તારોમાં 47 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 34 ટકા વિદ્યાર્થીઓ પ્રાઈવેટ ટ્યુશનનો લાભ ઉઠાવે છે.... કારણ કે શિક્ષણનું સ્તર સારું નથી
Gujarat Education : દેશમાં એક તૃતિયાંશ વાલીઓનું માનવું છે કે, બાળકોના યોગ્ય ઘડતર માટે શાળાઓમાં અપાતું શિક્ષણ યોગ્ય નથી. એટલુ જ નહિ, શહેરી વિસ્તારોમાં 47 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 34 ટકા વિદ્યાર્થીઓ પ્રાઈવેટ ટ્યુશનનો લાભ ઉઠાવે છે. આ માહિતી સ્કૂલી શિક્ષાની ગુણવત્તા પર કામ કરતા સંગઠન સેન્ટ્રલ સ્કેવર ફાઉન્ડેશનના એક સરવેમાં બહાર આવી છે.
સરવેમાં છ રાજ્યોના 6 હજાર ઘરોમાં રહેતા 9867 વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, તેલંગાના, ઓરિસ્સા અને મિઝોરમના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તલાટીની પરીક્ષા અંગે થઈ મોટી હલચલ, પરીક્ષા કેન્દ્ર અંગે થઈ આ ચર્ચા
ઈન્ડિયા હેબિટેટ સેન્ટરમાં આયોજિત એજ્યુકેશન કોન્ક્લેવમા આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિણક્ષના સ્તર પર સુધાર વિશે ચર્ચા કરવામાં આવી હતી.
સરવેમાં સામેલ 72 ટકા બાળકોની પહોંચ સ્માર્ટફોન સુધી હતું. 67 ટકા ઘરવાળાઓએ મોબાઈલ અને ટેકનોલોથી બાળકોને ભણાવવાના સમર્થનમાં હોવાનું જણાવ્યું. શહેરોમાં આ આંકડો 79 ટકા અને ગામડામાં 62 ટકા વાલીઓએ ઓનલાઈન અને મોબાઈલ જેવી ટેકનિકથી અભ્યાસ પર સકારા્ત્મક વલણ દાખવ્યું.
ફી ન ભરતા 8 વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂક્યા, દીકરીઓ રડી પડી : આ રીતે ભણશે ગુજરાત
ગુજરાતની શાળાઓમાં ઈન્ટરનેટ નથી
ડિજિટલ યુગ વચ્ચે ગુજરાતની સરકારી શાળાઓ ઈન્ટરનેટથી વંચિત છે. રાજ્યની 2000થી વધારે સરકારી શાળાઓમાં ઈન્ટરનેટ જ નથી તેવો કેન્દ્ર સરકારના વર્ષ 2021-22ના રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગુજરાતની 2000 થી વધારે સરકારી શાળાઓમાં ઈન્ટરનેટ જ નથી. ગુજરાતમાં કુલ 34,699 સરકારી શાળા આવેલી છે. જેમાંથી માત્ર 32,681 શાળાઓમાં જ ઈન્ટરનેટની સેવા ઉપલબ્ધ છે. 2018 સરકારી શાળાઓ ઈન્ટરનેટની સુવિધા માટે તરસી રહી છે.
ગુજરાતના 22 ટાપુ પર નો એન્ટ્રી... ફરવા જવાના હોય તો ધ્યાન રાખો, નહિ તો ફેરો ફોગટ જશે
ગુજરાતના પાડોશી રાજ્યોમાં કેવી સ્થિતિ છે તેની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં 65,000 સરકારી શાળાઓ છે. જેમાં માત્ર 18,000 શાળાઓમાં જ ઈન્ટરનેટની સુવિધા છે. તો મધ્ય પ્રદેશમાં 92,000 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં માત્ર 16,000 શાળાઓમાં જ ઈન્ટરનેટની સુવિધા છે. જ્યારે રાજસ્થાનમાં 68,000 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં માત્ર 36,000 શાળાઓ સુધી જ ઈન્ટરનેટની સુવિધા પહોંચી છે. જ્યારે સૌથી કફોડી ઉત્તર પ્રદેશની છે. જ્યાં 1.37 લાખથી વધારે સરકારી શાળાઓ આવેલી છે, પરંતુ અહીંયા માત્ર 12,074 જેટલી શાળામાં જ ઈન્ટરનેટ છે.