ભાનગઢના ભૂતિયા કિલ્લા કરતા પણ ડરાવની છે ગુજરાતની આ 4 જગ્યાઓ

Horror Places in Ahmedabad: અમદાવાદ અને ગુજરાતના કેટલાક શહેરોમાં એવી જગ્યાઓ છે જ્યાં દિવસે તો પર્યટકો આવતા હોય છે, પરંતુ સૂર્ય આથમતા જ અહી એક પણ માણસ નજર નથી આવતો.... જેના પાછળ ડરાવની વાર્તાઓ છે... લોકોનું માનીએ આ જગ્યાઓ પર સાંજ થતા જ ભૂતોના વાસ હોય છે, જેથી લોકો અહી ડરના માર્યે આવતા નથી
 

ભાનગઢના ભૂતિયા કિલ્લા કરતા પણ ડરાવની છે ગુજરાતની આ 4 જગ્યાઓ

Horror Places in Gujarat: ગુજરાત આમ તો ભગવાન કૃષ્ણની દ્વારિકા નગરી અને ભગવાન શિવના જ્યોર્તિલિંગ સોમનાથ માટે વિશ્વ વિખ્યાત છે. પરંતુ અહીં ભગવાનની સાથે શેતાનોનો પણ વાસ છે. આજે આપણે ગુજરાતની ડરાવણી અને ભૂતિયા જગ્યાઓ વિશે વાત કરીએ. ગુજરાતના અનેક શહેરોમાં આવી ભૂતિયા જગ્યાઓ આવી છે. જેના વિશે કહેવાય છે કે, અહી અંધારુ પડતા જ ભૂતોનું તાંડવ થાય છે. સૂર્ય ઢળતા જ આ જગ્યાઓ સૂમસાન બની જાય છે. ચકલુ પણ ફરકવાની હિંમત નથી કરતું. રાજધાની અમદાવાદમાં પણ કેટલીક આવી જગ્યાઓ છે.

જીટીયુ કેમ્પસ, અમદાવાદ
અમદાવાદની ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના કેમ્પસમાં ભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ્પસની લિફ્ટમાં અને સીડીમાં કોઈની હાજરી હોવાનો અહેસાસ વિદ્યાર્થીઓને થાય છે. તેમજ કોઈ રહસ્યમયી તત્વ ક્લાસ રૂમના બારી બારણા ખોલી નાંખતા હોવાની વાતોથી ડરનો માહોલ સર્જાયો છે. કેટલાક કર્મચારીઓ મોડી રાત સુધી કામ માટે રોકાયા હોય ત્યારે તેમને આ પ્રકારનો અહેસાસ થયા હોવાનુ તેઓએ ફરિયાદ કરી હતી. કેટલાકે એવુ પણ કહ્યું કે, કેટલા રૂમોમાં ફર્નિચર આપોઆપ ખસે છે અને બારીઓ પણ આપોઆપ ખૂલી જાય છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે, કેમ્પસના એક બિલ્ડીંગમાં જ્યારે ઓછા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે એક ખૂણમાંથી કોઈની ચીસ પણ સંભળાઈ હતી. આ માટે ભૂતકાળમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કેટલાક નિષ્ણાતોને પણ બોલાવ્યા હતા. 

બાલાશિનોર, મહીસાગર
ભારતનું જુરાસિક પાર્ક કહેવાતા બાલાશિનોર ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલું છે. આ સ્થાન અમદાવાદથી 87 કિમી દૂર આવેલું છે. અંદાજે 30 વર્ષથી અહીં 30 વર્ષ પહેલા વૈજ્ઞાનિકોને ડાયનાસોરના જીવાશ્મી મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, અહીં અંદાજે 10 કરોડ વર્ષ પહેલાથી ડાયનાસોરની 13 પ્રજાતિઓ હતી. જેના વિશે ડરામણી બાબત એ છે કે, અહીં અનેક અજીબોગરીબ બાબતો થતી હોવાનો દાવો કરાયો છે. અહી અનેકવાર મહિલાઓના ચીસો પાડવાની અને રડવાના અવાજ સંભળાય છે. આ ઉપરાંત અડધા શરીરવાળો પડછાયો પણ વારંવાર જોવા મળે છે. એટલે આ સ્થળને વિચિત્ર કહી શકાય છે. 

સિંઘરોટ, વડોદરા
સિંઘરોટ વડોદરાના છેવાડે આવેલુ એક ગામ છે. જે પોતાના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. તે મહી નદીના કાંઠે આવેલુ છે, અને મુસાફરોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહી લોકો પોતાના પરિવારની સાથે ફરવા આવે છે. પરંતુ સૂર્ય ઢળતા જ અહીંનો નજારો બદલાઈ જાય છે. આ જગ્યા ભૂતોનુ સ્થાન બની જાય છે. અહી આવનારા લોકો વિશે દાવો કરાયો છેકે, અહી ડ્રેસ પર દુપટ્ટો ઓઢીને ફરતી એક યુવતી દેખાય છે. જેનો અડધો ચહેરો બળેલો છે. લોકોનું કહેવુ છે કે, કેટલીકવાર આ યુવતી અજાણ્યા લોકો સામે આવીને ઉભી રહી જાય છે અને કહે છે કે યુવતીઓની સાથે અહી ક્યારેય ન આવતા. આ યુવતી રડવા લાગે છે અને અનેકવાર તેના રડવાનો અવાજ લોકોને સંભળાય છે. 

માંજલપુર, વડોદરા 
વડોદરાના પોશ વિસ્તારમાં માંજલપુરની ગણતરી થાય છે. જે પોતાના મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફેમસ છે. પરંતુ અહી વર્ષોથી એક બિલ્ડીંગ બંધ પડી છે. જ્યાં હવે ભૂતનો કબજો હોવાનું કહેવાય છે. આ જગ્યા વિશે કહેવાય છે કે, અહી અચાનક લાઈટ ચાલુ-બંધ થતી દેખાય છે. અહી એક એલિવેટર અચાનક કોઈની ચાલવા લાગે છે. એવુ પણ કહેવાય છે કે, આ ઈમારતની બારીઓની પાછળ વિચિત્ર આકૃતિઓ નજર આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news