Valsad News : વલસાડના વેલવાચ ગામે દિપડાએ 2 મહિલા ઉપર જીવલેણ હૂમલો કર્યો માનવભક્ષી દીપડો હુમલો કરી ફરાર થયો હતો જોકે ગામ લોકો ભેગા થતા દીપડો ભાગતો નજરે પડ્યો હતો જે સ્થાનિકો એ વિડિઓ ઉતારી વાઇરલ કર્યો હતો..જોકે ઘાયલ મહિલાઓને ધરામપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા ખેતરેથી પરત ફર્યા બાદ પુત્રીએ દિપડાને નીહાળી લેતા મહિલાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો ઘુસ્યો હતો. પરિવારના સભ્યો બહાર ગયા હતા. ઘરે આવ્યા ત્યારે પાછળના રૂમનો દરવાજો ખોલતા નાની દીકરીએ દીપડાને જોઈ બુમાબુમ કરવા લાગી હતી. મહિલાએ રૂમનો દરવાજો બંધ કરવા જતાં દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. મહિલાને પકડ્યા બાદ થોડે દુર ઉભેલી મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો. બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને દીપડો ઘરમાંથી વહાર ભાગી છૂટ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ ઘટનાનો જાણ વન વિભાગની ટીમ અને 108ની ટીમને કરી હતી. 108ની મદદ લઈને મહિલાને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.


ભેગું કરો ઘરનું બધુ પ્લાસ્ટિક : ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક બેગના બદલે મળશે રૂપિયા


 વલસાડના તાલુકાના વેલવાચ ગામના કુંડી ફળિયું ફળિયાં ખાતે રહેતા મુકેશભાઈ જશવંતભાઈ પટેલ પત્નિ મનીષાબેન સાથે સાસરે કામ અર્થે ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતા મનીષાબેનની દીકરી નિરાલી પાછળના રૂમમાં ગઈ હતી. રૂમમાં ભરાઈ રહેલો દીપડો દીકરીએ જોઈને તેની મમ્મીને બૂમ મારી વાઘ વાઘ બૂમ મારી હતી. મનીષાબેને સાપ આવ્યો હશે તેમ માની છોકરીને બોલાવી રૂમનો દરવાજો બંધ કરવા જતાં દીપડાએ મનીષાબેન ઉપર હુમલો કર્યો હતો. મનીષાબેને પીઠના ભાગે બચકું ભર્યું હતું. મનીષાબેને બુમાબૂમ કરતા દીપડાએ નજીકમાં બેસેલી વૃદ્ધા ઉપર હુમલો કર્યો હતો. વૃદ્ધાના કાન પાસે હુમલો કર્યો હતો.



Amreli : પૂરના પાણીમાં 3 સિંહ તણાયા, વીડિયો સામે આવતા થયો ખુલાસો


આ ઘટનામાં મહિલાએ પણ બુમાબુમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને દીપડો ભાગી ગયો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમ અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘટનાની જાણ વન વિભાગની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી


એક ઘર બાદ બીજા ઘરમાં ઘૂસ્યો દીપડો 
વલસાડ તાલુકાના ગામોમાં માનવ ભક્ષી દીપડો લોકો પર હુમલો કરી રહ્યો છે. ગતરોજ વેલવાચ જ ખાતે એક ઘરમાં ઘૂસી બે મહિલાઓને ઇજાગ્રસ્ત કરી હુમલો કરી દીપડો ત્યાંથી ફરાર થયો હતો. જો કે બીજા દિવસે વહેલી સવારે કચિગામ ગામ ખાતે ઠાકોર પરિવારના ઘરમાં પાછલા દરવાજેથી દીપડો ઘરમાં ઘૂસ્યો અને એક યુવકને ઘાયલ કર્યો હતો. બાદમાં યુવકના પિતાએ દીપડા સાથે હિંમતભરી બાત ભીડી દીપડાને ધક્કો મારી એક રૂમમાં બંધ કરી દીધો હતો. ઘાયલ યુવક અને તેના પિતાને હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ વન વિભાગને કરાતા ઘરની અંદર બંધ દીપડાનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો પણ હાલ અહીં ઉમટી પડ્યા છે.


ગુજરાતમાં વરસાદે ક્યાં વિરામ લીધો અને ક્યા ત્રાટકશે, હવામાન વિભાગની આ છે નવી આગાહી