ગાંધીનગર: આજે વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે. તેના પહેલા ગુજરાત સરકાર એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. ચૂંટણીની જાહેરાત અગાઉ આજે સવારે ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કર્યો હતો. ત્યારબાદ પંચાયત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્ક સંવર્ગની 8 જાન્યુઆરી 2023ના રોજ લેખિત પરીક્ષા લેવાશે અને તલાટી કમ મંત્રીની 29 જાન્યુઆરી 2023ના રોજ લેખિત પરીક્ષા થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી અનુસાર, વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ગુજરાત પંયાયત સેવા પસંદગી મંડળ જુનિયર કલાર્ક સંવર્ગની લેખિત પરિક્ષા 8 તારીખ 2023 એ યોજાશે. ગ્રામ પંચાયત સેક્રટરી (તલાટી કમ મંત્રી)ની લેખિત પરિક્ષા 29 જાન્યુઆરીએ યોજાશે. ચુંટણી પહેલા વિભાગે પરીક્ષાની જાહેરાત કરીને એક મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે.


ઉલ્લેખનીય છે કે, આજે સવારે રાજ્યના હોમગાર્ડ અને GRD ના જવાનો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત કરતા હવેથી હોમગાર્ડના જવાનોને 300ના બદલે પ્રતિદિન મળશે રૂ. 450 વેતન અને GRD જવાનોને 200 ના બદલે પ્રતિદિન 300 રૂ. વેતન મળશે. 1 નવેમ્બર 2022થી આ વધારો ગણાશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.