ઝી બ્યુરો/ભાવનગર: ભાવનગર ડમીકાંડની ફરિયાદ અંગે પોલીસે વધુ 6 લોકોની અટકાયત કરી છે. પોલીસે પકડેલા લોકોમાં ડમી વિદ્યાર્થી, એજન્ટ , પુરાવાઓ સાથે ચેડાં કરનાર લોકોનો સમાવેશ થાય છે. કેસની તપાસ આગળ વધે છે તેમ અનેક નવા નામ ખુલતા જાય છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે. સમગ્ર બાબતની તપાસ માટે ભાવનગર એસપીએ ડીવાયએસપી આર આર સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. તટસ્થતાથી તપાસ કરવા ગૃહમંત્રાલયે ભાવનગર એસપીને છુટ્ટો દોર પણ આપ્યો છે. પરિણામે આ બનાવમાં આરોપીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના ડમીકાંડ બાદ હવે ખુલ્યું GISFSની ભરતીમાં કૌભાંડ; 850થી વધુ લોકોએ નોકરી મેળવી


ડમી ઉમેદવાર કૌભાંડમાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.


1. વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત ઉ.વ.૩૩ ધંધો-શિક્ષક,કેન્દ્રવર્તી શાળા,તળાજા જી.ભાવનગર રહે. CHC કવાર્ટર, દાઠા તા.તળાજા જી.ભાવનગર મુળ-રાજપરા નં.2 તા.તળાજા જી.ભાવનગરવાળાએ સને-2022માં આરોપી નં.26ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી. 


બોર્ડની પરીક્ષામાં ડમીકાંડ મુદ્દે યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ આવ્યુ હરકતમાં


2. ભાર્ગવ કનુભાઇ બારૈયા ઉ.વ.28 ધંધો-નોકરી MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, મ.ન.પા.,વડોદરા )  રહે.કેન્દ્દવર્તી શાળાની બાજુમાં, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોત રહે.દિહોરવાળાએ ધોરણ-૧૨ની પરિક્ષા આપેલ હતી. 


જય શ્રીરામના નારાથી કોર્ટ પરિસર ગુંજ્યું! નરોડા ગામ હત્યાકાંડ ચુકાદો HCમાં પડકારાશે


3. પાર્થ ઇશ્વરભાઇ જાની ઉ.વ.23 ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નંબર-2, મારૂતિ પાર્ક, અધેવાડા, તળાજા રોડ, ભાવનગર મુળ-ધારડી તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવારે તા.26/03/2022ના રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી. 


4. અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકી ઉ.વ.25૫ ધંધો-ખેતી રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ સને-2022માં વન રક્ષકની પરિક્ષા આપેલ હતી.


કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમા કોરોના મામલે મોટા અપડેટ; જાણો આજના પોઝિટીવ અને એક્ટિવ કેસ 
 
5. રમેશભાઇ બચુભાઇ બારૈયા ઉ.વ.37 ધંધો-નોકરી (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ,સાવરકુંડલા)  રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળાએ આરોપી નં.28ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે  સને-2022માં રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી. 


તમે ખરીદેલો મોબાઈલ ફોન ચોરી કે લૂટનો તો નથી'ને? અહીં સૌથી મોટો મોબાઇલનો જથ્થો ઝડપાયો


6. રાહુલ દિપકભાઇ લીંબડીયા ઉ.વ.23 ધંધો- અભ્યાસ રહે.ટાટમ રોડ,ભીમડાદ તા.ગઢડા જી.બોટાદવાળાએ આરોપી નં.13નાં ડમી ઉમેદવાર તરીકે તા.26/03/2022નાં રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી