રાજકોટ : સરકાર દ્વારા આજે લોકડાઉનનાં બીજા તબક્કાની શરૂઆત થઇ ચુકી છે. જો કે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાં કેટલાક કોરોના પોઝિટિવ કેસએવા પણ આવ્યા છે જેની કોઇ હિસ્ટ્રી મળતી નથી. તેઓને સંક્રમણ ક્યાંથી લાગ્યું હોઇ શકે છે તે અંગે તંત્ર હજી પણ અંધારામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ: ખંભાતના એક જ વિસ્તારમાંથી 5 કેસ પોઝિટિવ આવતા હડકંપ, કોરોનાનું ગામડાઓ તરફી ઝોક વધ્યો

જામનગરનાં 14 માસના બાળકની વાત કરીએ તો કોરોનાથી તેનું મૃત્યું થયું હતું. આ બાળક જામનગરથી તો ઠીક ઘરથી પણ એટલું બહાર નિકળેલું નથી. તેના માતા પિતાના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. તો પછી આ બાળકને ચેપ કઇ રીતે લાગ્યો તે એક મોટો સવાલ છે. પાડોશમાં પણ કોઇ કોરોના પોઝિટિવ આવ્યું નથી.


સુરત સિવિલમાં સિલિંગનો પોપડો કોરોનાના દર્દી પર પડ્યો

ભાવનગરનાં ઘોઘારોડ જકાતનાકા પાસે 70 વર્ષીય વૃદ્ધ જસુભાઇ ઝાંબુચાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે જસુભાઇ કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી કે બહાર પણ ખુબ જ ઓછા ગયા હતા. જસુભાઇએ 7 એપ્રીલે કોરોના પર વિજય મેળવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે આરોગ્ય વિભાગને હજી સુધી આની કોઇ જ કડી મળી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર