રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા કોર્પોરેશને રખડતાં ઢોરોને પકડવા અને તેની જાળવણી કરવા છેલ્લા એક વર્ષમાં 2.75 કરોડનો અધધ ખર્ચ કર્યો, છતાં આજે પણ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા એક વર્ષથી વડોદરા મહાનગર પાલિકા રખડતાં પશુઓના કારણે સતત વિવાદમાં આવી રહી છે, જોકે વિવાદના સિલસિલા વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના સામાજિક કાર્યકર કમલેશ પરમારે રખડતાં ઢોર મામલે RTI માંગી, જેમાં પાલિકાએ જવાબ આપ્યો કે કોર્પોરેશને વર્ષ 2021-22માં 4638 પશુઓ પકડ્યા છે, જેના દંડની 32 લાખ રૂપિયાની આવક થઈ છે, જ્યારે 2.75 કરોડનો ખર્ચ થયો હતો. ત્યારે રખડતાં ઢોરને પકડવાનો અને તેની જાળવણીનો ખર્ચ અધધ કહી શકાય તેવો થયો છે.


વડોદરા મહાનગર પાલિકાને એક પશુ પકડવાનો ખર્ચ 6000 રૂપિયા પડ્યો છે, તેમ છતાં શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો પણ રખડતાં ઢોરોનો ત્રાસ વધ્યો હોવાની વ્યથા વ્યક્ત કરે છે.


જોકે સ્ટેન્ડિંગ ચેરમેને રખડતાં ઢોર મામલે કોર્પોરેશન સઘન કામગીરી કરી રહી હોવાનો પોકળ દાવો કર્યો. તેમ છતાં પશુઓ રખડતાં જોવા મળે છે તે હકીકત છે તેવો સ્વીકાર પણ કર્યો. વડોદરા મહાનગર પાલિકાને રખડતા પશુઓને પકડવામાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ. કોર્પોરેશને રખડતાં ઢોર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે તે એક વાસ્તવિકતા છે.


જુઓ આ પણ વીડિયો:-