ઝી બ્યુરો/કચ્છ: નકલી ઈડી કેસમાં અધિકારીઓએ કરેલી રેડમાં રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલુ થયા છે. જેના વચ્ચે પૂર્વ કચ્છ એસપી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે કહ્યું છે કે આરોપી અબ્દુલ સત્તારે આ પ્રકારે એકઠા કરેલા રૂપિયા પાર્ટી ફંડમાં પણ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડી, VIDEO


પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા નકલી ઇડી ટોળકીના મામલે રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે પૂર્વ કચ્છ એસપી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ગુનામાં માસ્ટર ગણાતા અબ્દુલ સત્તાર માજોઠી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં તેમના તરફથી ફંડ આપવામાં આવતું હતું. થોડા સમય પહેલા સત્તારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયા સાથે ભુજ ખાતે સર્કિટ હાઉસમાં મીટીંગ કરી હોવાનું પણ તપાસ દરમિયાન ખુલાસો થયો હોવાનું જણાવ્યું એસપીએ કહ્યુ છે. 


લખી રાખજો! અંબાલાલ પટેલની છે ગુજરાત માટે નવી આગાહી, આ જિલ્લાઓમાં થશે ઉથલપાથલ


ઉલ્લેખનીય છે કે કેસના આ આરોપીઓ 11 દિવસની રિમાન્ડ પર છે ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તો તેની સાથે સીધી કે આડકતરી રહેતા જોડાયેલા લોકોની પૂછપરછ માટે જરૂર પડીએ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. 


નવા વર્ષ પહેલા સરકારની મોટી રાહત! ફરી લંબાવી મફતમાં આધાર અપડેટની છેલ્લી તારીખ