કેતન બગડા/અમરેલી: મોટી કુંકાવાવ ગામે ગેંગ રેપમાં આવ્યો નવો વળાંક ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. મુખ્ય સૂત્રધાર મહિલાની ધડપકડ કરાઈ છે. વડીયા પોલીસ મથકે બીજી ફરિયાદ નોંધાઇ છે. અમરેલીની મહિલા અને એક શખ્સ દ્વારા ગરીબ વર્ગની દીકરીઓને દેહવ્યાપાર કરાવતા હોવાની બે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો શું ત્રણ વર્ષ બંધ રહેશે?જાણો વાયરલ થયેલા અહેવાલની હકીકત


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડીયા પોલીસ મથકે 25 નવેમ્બરના રોજ રાત્રીના 10 કલાકના અરસામાં દુષ્કર્મ થયું હતું. જેની ફરિયાદ 26 નવેમ્બરના રોજ પોલીસના ધ્યાનમાં આવતા ચાર આરોપીઓના વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 27 નવેમ્બરના રોજ દર્પણ પાથર, જે બગસરા રહે છે જે વડીયા પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો અને ફરિયાદ કરી હતી કે દયાબેન રાઠોડ જે અમરેલી રહે છે અને એમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહવ્યાપાર કરાવતા હતા. 


અંબાલાલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ સિસ્ટમ ગુજરાતમાં લાવશે સૌથી મોટો પલટો


25 નવેમ્બરના રોજ એમના દ્વારા દિપક નામના વ્યક્તિ સાથે કુંકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી હતી અને સાથે આ રીતે દેહવ્યાપારની પ્રવૃત્તિ કરતા હતા. જે અગાઉ 4 આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, એ 4 આરોપીઓનો સંપર્ક કરાવ્યો હતો. 


આ જિલ્લો બન્યું ખૂંખાર દીપડાઓ માટે અભયારણ્ય! એક વર્ષમાં આશરે 30 દીપડા પાંજરે પૂરાયા


આ સાથે દેહવ્યાપાર અનૈતિક નિવારણ અધિનિયમ મુજબ વડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. જેના આધારે મુખ્ય આરોપી દયાબેન રાઠોડની ધડપકડ કરવામાં આવેલ છે અને અન્ય પાંચ આરોપીઓમાંથી દિપક નામનો આરોપી નાસતો ફરે છે. બીજા 4 આરોપીઓ છે, જેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. દુષ્કર્મના કામના ગુન્હામાં 4 આરોપીઓને અટક કરવામાં આવી છે. આ તપાસની કાર્યવાહીમાં પણ તપાસ આગળ શરૂ છે.