અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ સિસ્ટમ ગુજરાતમાં લાવશે સૌથી મોટો પલટો
Ambalal Patel Prediction: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન પણ વધી રહ્યું છે. જોકે, ડિસેમ્બરના ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન રહે છે અને ઠંડી અનુભવાય છે. જ્યારે નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ શીત લહેરની કોઈ શક્યતા નથી.
ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધે છે. જો કે નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી.
આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, હાલ તો દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું સક્રિય છે. જેની અસર ઉત્તર તામિલનાડુથી લઈને પોડુચેરી સુધી રહેશે અને ભારે વરસાદ પણ થશે. આ સાથે દક્ષિણ ભારતમાં પણ તેની અસર જોવા મળશે. જેમાં બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમને કારણે 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના રહેશે ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહે છે કે, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. છતાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી જેટલું ઓછું તાપમાન રહેવાની શક્યતા છે. 8 ડિસેમ્બરથી લઈને 10 ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ત્યારે 4 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે તાપમાન વધવાની સંભાવના છે. 4થી 8 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં ડિપ્રેશન બની શકે છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.
Trending Photos