અમદાવાદ : શહેરમાં 26 જુલાઈ 2008ના થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટના 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ આર.પટેલે દોષીતોને સજા ફટકારી હતી. જે પૈકી 38ને ફાંસીની સજા જ્યારે 11ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી હતી. જો કે આ કેસમાં આજે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસના એક આરોપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, 2010માં આરોપીઓ સામે કરવામાં આવેલા તહોમતનામામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્ર ઘડાયું હતું. આ બાબતોનો પુરાવો એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળના નિવેદનમાં આ હકીકત જણાવી હતી. વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નિંગ પાસે મુંબઈની વતની ઇશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેમાં ઇશરત જહાં અને તેના સાથીઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.


વર્ષ 2012માં પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો. મણિનગરના પોલીસ કોન્સ્ટેબલ વિનય યાદવના હત્યારા વિકારુદ્દીન અને અમઝદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાને અંજામ આપવા અમદાવાદ પહોંચ્યા હતા. ઘટસ્ફોટ ગુજરાત પોલીસે કર્યો હતો.


25 સપ્ટેમ્બર 2009 ના રોજ રામોલ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનના દિવસે જ મોદીની હત્યા કરવા બાઇક ઉપર હથિયારો સાથે નીકળ્યા હતા, પરંતુ મોદીની સિક્યોરિટી તેમજ પોલીસ બંદોબસ્ત જોઈને બંનેને કાવતરું પડતું મૂકવાની ફરજ પડી હતી. ત્યાર બાદ વિનયના હત્યારા વિકારુદ્દીન અને સૈયદ અમઝદ અલી અશરફઅલી તેમજ તેમના સાગરીત સૈયદ મોહંમદ હનીફ આલમમિયાંને ક્રાઇમબ્રાન્ચ હૈદરાબાદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે લઈ આવી હતી.