જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો, પ્રેમસંબંધમાં કરાઇ હત્યા
ગત તારીખ 9 એપ્રિલ ના રોજ બારડોલી ના મોરી ઉછરેલ ગામની સીમમાંથી ઝાડી ઝાંખડા માંથી એક યુવતી નો ઝાડ સાથે ગળે ફાસો ખાઈ આપઘાત કરેલ મૃતદેહ મળી આવ્યો હતો.
સંદીપ વસાવા/બારડોલી: સુરતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલા યુવતીના આપઘાત નવો ખુલાસો થયો છે. યુવતીએ આપઘાત નહી પણ તેના પ્રેમી દ્વારા યુવતીની હત્યા કરી આપઘાતમાં ખપાવી દીધી હતી. પ્રેમી યુવક કોઈ બીજો નહી પણ તેની સગી ફોઈનો છોકરો નીકળ્યો. ટ્રાઈ એન્ગલ પ્રેમના વહેમ હેઠળ પ્રેમીએ યુવતીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું.
BJPમાં અસ્તિત્વની લડાઇ! પત્રિકામાં MLAનું નામ કટ,જાણો વાંકાનેરમાં કોને પડ્યું વાંકું
ગત તારીખ 9 એપ્રિલ ના રોજ બારડોલી ના મોરી ઉછરેલ ગામની સીમમાંથી ઝાડી ઝાંખડા માંથી એક યુવતી નો ઝાડ સાથે ગળે ફાસો ખાઈ આપઘાત કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ ને જાણ થતાં બારડોલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી યુવતીનો ઓળખ પરેડ શરૂ કરી હતી. જે બાદ મૃતક યુવતી માંડવી તાલુકાના પુના ગામની ઉર્વશી બેન નવીન ભાઈ ચૌધરી ઉવ.20નો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને ઉર્વશી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા સુરત જવાનું હોય જેથી ખેડબ્રહ્માથી બે દિવસ પહેલાજ ઘરે આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે પરિવારજનોના નિવેદન લઈ યુવતી આપઘાત અંગે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તલાટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, હસમુખ પટેલે આપેલી નવી માહિતી પર નજર કરી લેજો
ઘટના સ્થળે પહોંચતા યુવતી નો આપઘાત શંકા ઉપજાવે તે પ્રકારે દેખાઈ આવ્યું હતું. યુવતીનો જમીનથી ઉંચાઈ અને ઝાડની ઉંચાઈ એક સમાન જણાય આવતી હતી. યુવતીના પગ પણ જમીન સાથે અડેલા હતાં. જેથી પોલીસ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન એનાલિસ્ટ અને સીસીટીવીની મદદ થી યુવતી એ આપઘાત નહી પણ હત્યા થઈ હોવાનું જણાયું હતું. પોલીસ પેટ્રોલીંગ હતી તે સમય દરમ્યાન બાતમી મળી હતી કે યુવતીની હત્યા કરનાર આરોપી તેનો પ્રેમી વાઘેચા મંદિર ના ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો.
ઘોડી અને DJ બુક કરાવવા પડાપડી! મુહૂર્ત બદલાતા મહારાજની ફી ડબલ, આજથી લગ્નનો છૂટો દોર
પોલીસે આ મામલે માંડવીના ગવાછી ગામે રહેતા પ્રેમી પ્રફુલ જશવંત ચૌધરી ની અટક કરી હતી. અને પોલીસે યુવકની યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરી હતી. અને અંતે પોલીસ પૂછપરછ માં પ્રેમી પ્રફુલ ભાંગી પડ્યો હતો. પ્રફુલે કબૂલાત કરી હતી. ઉર્વશી સાથે તે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ માં છે. અને તેઓ લગ્ન પણ કરવાના હતા. પંરતુ ઉર્વશી ખેડબ્રહ્મા અભ્યાસ કરતી હતી, ત્યાં તેનો અન્ય યુવક સાથે પ્રેમ સંબધ હોવાનો વહેમ હતો.
હત્યારા પ્રફુલે ઉર્વશી ને મોરી ઉછરેલ ગામે મળવા બોલાવી હતી. અને પ્રિ પ્લાનિંગ પ્રમાણે ઉર્વશી ને ઝેરી દવા પીવડાવી હતી. ઉર્વશી અર્ધ બેભાન થતા તેને ઓઢણી વધે ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. અને હત્યા કરી તેને ઝાડ સાથે લટકાવી દીધી હતી. અને ઉર્વશીની હત્યા બાદ પ્રેમી પ્રફુલે યુવતીના ફોનમાંથી તેના પિતા ને અને પોતાના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ કરી તે આપઘાત કરી રહી હોવાનો ખોટો મેસેજ પણ કર્યો હતો. તેવો પોલીસ પૂછપરછમાં હત્યારા પ્રેમીએ કબૂલાત કરી હતી. મહત્વનું છે કે, પ્રેમી પ્રફુલ ઉર્વશીની સગી ફોઈનો છોકરો હોવાનું પણ સામે આવ્યું હતું.
વડોદરામાં રજાના દિવસે પણ પાસપોર્ટ માટે એપાઈમેન્ટ અપાઈ, ઓફિસ બંધ જોઈ લોકો વિફર્યા
આ ઘટના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ક્ષણીક આવેશ અને ક્ષણીક વહેમ માણસને હત્યા કરવા અથવા તો આપઘાત સુધી લઈ જાય છે. હાલ તો બારડોલી અને જિલ્લા LCB ટીમે ગણતરીના દિવસોમાં હત્યાનો ગુનાને ઉકેલી નાખવામાં સફળતા મળી છે. પોલીસે હત્યારા પ્રેમી પ્રફુલને હત્યા ગુના સંદર્ભે જેલ હવાલે કરી દઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.