Loksabha Election 2024: રાજકોટમાં ગત રોજ પાટીદાર સમાજની વાયરલ પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં બન્ને ઉમેદવાર પાટીદાર છે, પરંતુ જેની સૌથી વધુ મત છે તે લેઉવા પાટીદારના પરેશ ધાનાણીને કોંગ્રેસે જ્યારે કડવા પાટીદાર રૂપાાલાને ભાજપે ટિકિટ આપી છે. સમાજના નામે મત માંગવા વાયરલ કરાયેલી એક પત્રિકા મામલે 4 યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ લાલચોળ થઈ છે. આ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Election 2024: હવે કોળી સમાજનું અપમાન! 'કોડીયા એટલે કે કોળી કુટાય અને ધોળિયા ચૂંટાય'


આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી: હસમુખ લુણાગરીયા
લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી. શું પરશોત્તમ રૂપાલા સામે આવી કાર્યવાહી કરી? તેવો પ્રશ્ન કોર્ટે પણ કર્યો હતો. લેઉવા પટેલનો દરેક દીકરો ખોડલધામ સાથે જોડાયેલો છે.


રાજકોટમાં ફરી ડખો, લેઉવા પાટીદાર સમાજ નારાજ! પત્રિકા વિવાદમાં કોના સામે કસાયો ગાળિયો


નરેશ પટેલ કોઈ પાર્ટીને સમર્થન કરતા નથી: હસમુખ લુણાગરીયા
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના વોર્ડ પ્રમુખ અને શહેર પ્રમુખે ફરિયાદ નોંધાવી પાટીદાર પત્રિકા અંગે વધુ માહિતી સમાજ સુધી પહોંચાડી હતી. તેમણે ફરિયાદ કરી તેના કારણે સમાજ જાગૃત થયો છે. ખોડલધામ મંદિરના નરેશ પટેલ સમાજની માતૃ સંસ્થા અને સમાજના આગેવાન છે. નરેશ પટેલ કોઈ પાર્ટીને સમર્થન ન કરતા હોય. રાજકીય કિન્નાખોરીથી ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું હસમુખ લુણાગરીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે ફરિયાદ કરી ખૂબ સારું કામ કર્યું છે. લેઉવા પટેલોને જાગૃત કર્યા અને શું કરવું જોઈએ તેમને જ સમાજને રાહ ચીંધી.


'ગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીના ચેરમેન બનાવી દો, અમારો ટેકો


ચૂંટણીને બે સમાજ વચ્ચેની લડાઈ બનાવી દેવાનો
નોંધનીય છે કે રાજકોટમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ત્યારે ચૂંટણીને બે સમાજ વચ્ચેની લડાઈ બનાવી દેવાનો પ્રયાસ કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો. એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે. જેમાં લખાયું હતું કે, 20 વર્ષ પછી રાજકોટમાં લેઉવા પાટીદારના આંગણે પ્રસંગ આવ્યો છે. રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે, 7 તારીખે પ્રસંગના દિવસે માણસો ન ઘટવા જોઈએ. પત્રિકામાં કોઈને સીધુ સમર્થન કે વિરોધ નથી કરાયો. પરંતુ લેઉવા પાટીદાર લખીને આડકરતી રીતે કોંગ્રેસને સપોર્ટ કરાયો છે. 


મુમતાઝ પટેલનું ફરી દર્દ છલકાયું! કહ્યું; 'કોંગ્રેસે ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી'


4 યુવક સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી
આ પત્રિકાઓ વાયરલ થયા બાદ ભાજપના નેતા મહેશ પીપરિયાની ફરિયાદ બાદ 4 યુવક સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને ચારેની ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. તો આ મામલે ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ કર્યા હતા. તો કાયદાએ કાયદાનું કામ કર્યું પરંતુ કોંગ્રેસે તેને સમાજ સાથે જોડીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો. 


આંધી-તોફાન, કડાકા ભડાકા સાથે વરસાદ...આગામી ત્રણ દિવસમાં જ અહીં કરવટ બદલશે મોસમ


ભારત હજુ પણ જ્ઞાતિ-જાતિ અને સમાજના વાડામાં બંધાયેલા છે
ભારતમાં એક કમનસીબી છે કે આપણે હજુ પણ જ્ઞાતિ-જાતિ અને સમાજના વાડામાં બંધાયેલા છીએ. આ મારા સમાજનો નેતા છે, આ મારી જ્ઞાતિનો ઉમેદવાર છે. કોઈ સમાજથી ઉપર દેશ કે રાષ્ટ્રનું નથી વિચારતું. ગુજરાતમાં ઘણા સમાજે છેલ્લા કેટલાક સમયથી એ સાબિત કરી દીધું છે કે રાષ્ટ્ર કરતાં પહેલા સમાજ અને જ્ઞાતિ હોય છે. જેમાં વધુ એક ઉમેરો રાજકોટમાં વાયરલ થયેલા આ પોસ્ટરોએ કર્યો છે. જોવું રહ્યું કે, આગળ શું થાય છે. 


'પાલનપુરમાં બે લોકોનો ત્રાસ', ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપતા ગુજરાતની રાજનીતિમા ગરમાવો