રાજકોટમાંથી પકડાયું શેર બજારનું સૌથી મોટું કૌભાંડ; SEBI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસાથી ખળભળાટ
Stock market Scam: રાજકોટના ભક્તિનગરમાંથી શેર બજારનું સૌથી મોટું કૌભાંડ પકડાયું છે. જી હા...ઠગબાજો અમુક નક્કી કરેલી કંપનીના શેરને ઉંચા ભાવ સુધી લઈ જવાનું કામ કરતા હતા. ત્યારે SEBI એ તપાસ કરતા કૌભાંડની લિંક રાજકોટથી પકડાઈ હતી.
Stock market Scam: રાજકોટમાંથી મોટા શેરબજાર કૌભાંડનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટના ભક્તિનગર પાસે આવેલ સનફ્લાવર બ્રોકિંગ નામની પેઢીમાં શેર બજારનું કોભાંડ ચાલતું હતું. જ્યાં અમુક નક્કી કરેલી કંપનીઓના 10 રૂપિયા જેટલી કિંમતના શેર 100 રૂપિયા સુધી લઈ જવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. જ્યારે આ વાતની જાણ SEBIને થતાં તેમણે દરોડા પાડ્યા હતા. સુરત, વડોદરા અને અમદાવાદમાં SEBI એ તપાસ કરતા રાજકોટમાંથી લિંક સામે આવી હતી.
પંચમહાલમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના; મૃતક મહિલાના મોતનો મલાજો ન જળવાયો
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે રાજકોટના મોટા સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિને SEBI એ ઉઠાવ્યો હતો. હર્ષ રાવલની પૂછપરછ કરતાં જંગલેશ્વરમાં રહેતા એક શખ્સના એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થઈ હોવાનું સામે આવ્યું છે. અમુક નિશ્ચિત કંપનીમાં ખરીદ વેચાણ કરાવી કૌભાંડ કરતા હોવાનો ખુલાસો થયો છે.
હું કુસ્તી છોડી રહી છું..' ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રડતાં-રડતાં કરી જાહેરાત