ઉદય રંજન/અમદાવાદ: મધ્યપ્રદેશમાંથી હથિયારની હેરાફેરી કરી ગુજરાતમાં સપ્લાય કરતી ટોળકી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ હથિયાર રીઢા ગુનેગારો ખરીદી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ક્યા ફૂંકાશે ઝડપી પવન? કયા જિલ્લાઓમા છે ભારે વરસાદની આગાહી? ક્યારે થશે બંધ


અમદાવાદ શહેરમાં નવરાત્રી પહેલા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અન્ય રાજ્યમાંથી હથિયારો લાવીને અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં વેચાણ કરતી ટોળકી ઝડપી લેવામાં આવી છે. નવરાત્રી અનુસંધાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને અટકાવવા માટે અલગ-અલગ દિશામાં કામગીરી કરી હતી. જે દરમિયાન એક જ દિવસમાં અલગ અલગ ત્રણ હથિયારના કેસ કરવામાં આવ્યા છે. 


ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, આ વિસ્તારોને કરાયા સચેત! ધડાધડ પાણી


જેમાં ગણેશ ગોતા રોડ પાસેથી કિશોરકુમાર ઉર્ફે કે કે પંચાલ અને વિક્રમ કુમાર પઢીયાર હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓ પાસેથી છ પિસ્તોલ 24 કારતુસ અને બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. જે આરોપીઓને સાથે ગુનામાં સામેલ જગદીશ પુર્ફે જે કે લુહાર ને પણ ક્રાઈમ બ્રાન્ચે પકડતા તેની પાસેથી એક પિસ્તોલ બહાર કાઢતું અને એક મોબાઇલ ફોન મળી આવ્યો છે. 


પહેલા દિવસે જ ગુજરાતમાં ભુક્કા! આ વિસ્તારમાં મેઘાની રમઝટ, આ રાજ્યોમાં અપાયું એલર્ટ


સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ જુહાપુરા પાસેથી આમીન મેમણ નામના એક યુવકને એક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ કરતા સામે આવ્યું કે કિશોર અને વિક્રમ મધ્ય પ્રદેશ માંથી 30 થી 35 હજાર રૂપિયામાં પિસ્તોલ લાવતા હતા અને અહીંયા એક લાખ રૂપિયા સુધીની કિંમતમાં વેચાણ કરતા હતા. અત્યાર સુધીમાં આ બંને આરોપીઓએ અનેક ગ્રાહકોને અત્યારે વેચ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 


જાણી લેજો, ફાયદામાં રહેશો! ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય


કિશોર ઉર્ફે કેકે સામે અગાઉ બનાસકાંઠા તેમજ અમદાવાદના ઘાટલોડિયા નારણપુરા સહિતના ચાર ગુનામાં તે ફરાર હતો, તેમજ અગાઉ બનાસકાંઠા, અમદાવાદ વડોદરા સહિતના 12 ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે અને આરોપી વિક્રમ પઢીયાર વિરોધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે જગદીશ લુહાર વિરુદ્ધ ધાનેરા અને હિંમતનગરમાં ઉનાવા નોંધાયા છે. આરોપી આમીન મેમણ અગાઉ વેજલપુર વટવા સહિતના અલગ અલગ ત્રણ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે.