મૌલિક ધામેચા/અમદાવાદ: એક કા તીન કેસમાં મુખ્ય આરોપી અશોક જાડેજાના સાગરીતને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનથી ઝડપ્યો છે. પકડાયેલ આરોપી ખેતારામ સાંસી છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હતો અને CID ક્રાઈમેં આરોપી પર 20 હજારનું ઇનામ પણ જાહેર કરેલું જેથી પકડી શકાય. આખરે ક્રાઇમબ્રાંચની ટીમને આરોપી પકડવામાં સફળતા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળંગપુર વિવાદનો અંત નહીં, 3 કલાકની બેઠક બાદ 40 સેકેન્ડનું નિવેદન, સ્વામીજી ભાગ્યા!


પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ખેતારામ સાસી છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને એક કા તીન કૌભાંડમાં સહ આરોપી.જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ધોરીમન્ના વિસ્તારમાંથી પકડી પાડ્યો.મહત્વનું છે કે ખેતારામ સાંસી અશોક જાડેજાન એજન્ટ તરીકે કામ કરતો હતો. જે વર્ષ 2009માં અશોક જાડેજા સાથે રહી માતાજી પ્રસન્ન થયા હોવાનું કહીને ચોક્કસ સમાજના લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવતા. જેની તપાસ સરખેજ પોલીસ બાદ CID ક્રાઇમને સોંપવામાં આવી હતી.જે પૈકી કેટલાક એજન્ટો ફરાર હતા અને ખેતારામ સાંસી પણ છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હોઈ આરોપીની માહિતી આપનારને CID ક્રાઇમે 20 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. જેની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમી ના આધારે રાજસ્થાનના ધોરીમન્નામાંથી ધરપકડ કરી છે. 


મોટા સમાચાર; સાળંગપુરમાં આગામી 2 દિવસ બાદ વિવાદિત ભીંતચિત્રોને હટાવાશે:કોઠારી સ્વામી


એક કા તીન કેસમાં અનેક રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. જેને લઇને CID ક્રાઇમ અશોક જાડેજા પાસેથી જે તે સમયે 100 કરોડ રૂપિયાની રોકડ રકમ, 2 કરોડ રૂપિયાની કિંમતનું સોનું, 2 કરોડ રૂપિયાની ચાંદી, 50 થી વધુ ફોર વ્હીલ તેમજ 60 ટુ વ્હીલર કબ્જે લીધા હતા. ઝડપાયેલ આરોપી છેલ્લા 14 વર્ષથી રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ ખેતરમાં મજૂરી તેમજ ભંગાર ભેગો કરી વેચવાનું કામ કરતો હતો. એટલું જ નહીં આરોપી ખેતારામ જેવા કુલ 34 એજન્ટો પગાર પર રાખીને અશોક જાડેજા એ રાખ્યા હતા. આરોપી ખેતારામનો મુખ્ય રોલ અશોક જાડેજા પાસે આવતા લોકોને લાઈનમાં ઊભા રાખી સ્કીમ સમજાવવાની તેમજ રોકાણ કરાવવાની હતી.


ઉડતા ગુજરાત! ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી; હાથ લાગ્યા 200 કુંડામાં છોડ, યુવાધનને...


હાલ તો ક્રાઇમબ્રાન્ચે ઝડપેલા આરોપી ખેતારામ સાંસીને પકડી CID ક્રાઇમને સોંપવામાં આવશે. આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો તેને ભાગવામાં કોઈની મદદગારી હતી કે કેમ તેમજ ગુના બાબતની વધુ તપાસ આરોપીના રિમાન્ડ મેળવી CID ક્રાઇમ હાથ ધરશે. 


હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત