ઝી બ્યુરો/મહિસાગર: મહીસાગરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. લુણાવાડા નજીક લગ્નમાં જઈ રહેલો એક ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મૃત્યું થયા છે, જ્યારે 22 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહીસાગર જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.. લુણાવડા નજીક ટેમ્પોમાં જઈ રહેલી જાનને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. તો ટેમ્પોમાં સવાર અન્ય 25 લોકોને ઈજાઓ પહોંચી છે. 



મહત્વનું છે કે 108ની મદદથી ઈજાગ્રસ્તો લોકોને લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અકસ્માતમાં ભોગ બનેલા 8 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહી છે.


22 જેટલા લોકો ઈજાગ્રસ્ત 
ટેમ્પોમાં સવાર ઇજાગ્રસ્તોને અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ભયાનક અકસ્માતમાં 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.