અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી દુર્ઘટના, વોક વે પર ફોટો પડાવવા જતા યુવક નદીમાં પડ્યો
Ahmedabad Riverfront : સેલ્ફી લેતા સમયે યુવક પત્નીની નજર સામે જ નદીમાં ડૂબ્યો... લોકોએ બચાવવાના લાખ પ્રયાસો કર્યા છતા જીવ ન બચ્યો
Ahmedabad News : સેલ્ફી અને રીલ્સની ઘેલછામાં લોકો કાબૂ ગુમાવી રહ્યાં છે. સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. આવામાં અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી દુર્ઘટના બની હતી. અમદાવાદ રીવરફ્રન્ટ વોક વે હિસ્સામાં ફોટો પડાવતા જતાં અમદાવાદના એક યુવકનું મોત નિપજ્યું છે. ફોટો પડાવવા જતા પગલ યુવકનો પગ લપસી ગયો હતો અને તે સાબરમતી નદીમાં પડ્યો હતો. પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું.
અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ ફેમસ સ્થળ છે. અહી રોજના હજારો લોકો મુલાકાતે આવતા હોય છે. તો સ્થાનિક અમદાવાદીઓ માટે આ સ્થળ હવા ખાવાનું સ્થળ બન્યું છે. ત્યારે મંગળવારના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર વિચિત્ર ઘટના બની હતી. ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા ગત સોમવારે તેમના પત્ની સાથે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા હતા.
યુવકને બાઈક પર સીનસપાટા કરીને સ્ટંટ કરવો ભારે પડ્યો, જામનગર પોલીસે મોકલ્યું તેડું
યશ કંસારા તેમના પત્ની સાથે રિવરફ્રન્ટના પૂર્વ ભાગમાં ગયા હતા. પતિ પત્ની ઠંડીની મોસમમાં સુંદર નજારો માણી રહ્યા હતા, ત્યારે વોક વેના રેલિંગ પાસે યશ કંસારા ઉભા હતા અને સેલ્ફી લઈ રહ્યા હતા, ત્યારે તેમનો પગ અચાનક નદીમાં લપસી ગયો હતો. પત્નીની નજર સામે જ યશ કંસારા નદીમાં પડ્યા હતા.
તેમને નદીમાંથી બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ સાબરમતી નદીના ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ મામલે પોલીસને જાણ કરઈ હતી. ત્યારે યુવકનું મોત થતા અકસ્માતે મોતનો ગુનો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
હવામાન વિભાગના અપડેટ : ગુજરાતમાં વાતાવરણ પલટાયું, હિમાલય જેવી કાતિલ ઠંંડીની આગાહી