Gujarat Politics : લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું છે. એકસાથે બે દિગ્ગજ નેતાઓનુ રાજીનામું આવતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. હાલ બંને પાટીદાર નેતાઓની ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને નેતાઓએ એકસાથે પાર્ટીમાંથી વિદાય લીધી


ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું પાટીદાર આંદોલનના ચહેરાઓની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતમાં મોટાગજાના પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટીન રાજીનામું પકાવ્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને ખાસ મિત્રો છે, ત્યારે બંને મિત્રોએ એકસાથે પાર્ટીમાંથી વિદાય લીધી.


ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણ


 



ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, મને હમણા જ આ વિશેની જાણ થઈ છે. અમે ભાઈઓ જ છે. જાહેરમાં ચર્ચા કરવાનો મતલબ નથી. તેઓ સંઘર્ષના માણસ છે. અમારામાં નારાજ જેવું કંઈ છે જ નહિ. તેઓ સામાજિક કામ કરવા માંગે છે અને રાજકીય કામમાંથી મુક્ત થાય છે તો સારી વાત છે. ભવિષ્યમાં ક્યાંય જોડાશે તો તે સમયે કહેવાનુ થશે ત્યારે કહીશું. પરંતુ હાલ સામાજિક કામ કરવાની વાત છે તો મારે કંઈ બોલવા જેવું નથી.


અલ્પેશ કથીરિયા સ્ટાર પ્રચારક હતો
હજી ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાનું નામ પણ સામેલ હતું. અલ્પેશ કથીરિયા પાર્ટી માટે પ્રચાર કરે તે પહેલા તેઓએ આજે રાજીનામું આપી દીધું છે. જેનાથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.


રાજકોટમાં તડકો લાગવાથી 72 લોકો ઢળી પડ્યા, આરોગ્ય વિભાગે આપી ચેતવણી