હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યું
Dahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
Gandhinagar News હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી કચેરી, નકલી અધિકારીના ચાલી રહેલા ખેલ ચર્ચા જગાવી રહ્યા હતા. ત્યારે આ વચ્ચે એક ચર્ચા જગાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોંકાવનારી ઘટના એટલા માટે કેમ કે પાટનગરમાં આખે આખું ગામ વેંચી દેવાયું છે. જીહાં, વારસદારોએ આખું ગામ વેંચીને ગામ લોકોને રઝળતા કરી દીધા છે.
બારોબાર સોદો કરી દેવાયો
વાત છે દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામની. અંદાજે આજથી 50 વર્ષ પહેલાં જૂના પહાડિયા ગામ સરવે નંબર 142 પર વસ્યું હતુ. જે તે સમયે આ જમીનના માલિકે અમુક રકમ લઈને ગામનો વસવાટ કરવા માટે મંજૂરી આપી હતી. જમીન માલિકની મંજુરી બાદ ગામની રચના થઈ અને ત્યાં 88થી વધુ પરિવારોએ વસવાટ કર્યો. પરંતુ ગામ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આટલા વર્ષો પછી તેમને ઘર ખાલી કરવાનો વારો આવશે. જીહાં, અદાંજે 50 વર્ષ પછી જમીન માલિકના વારસદારોએ આ ગામની જમીનનો બારોબાર સોદો કરી દીધો, એટલું જ નહીં ગત 23 જૂનના રોજ ગામના દસ્તાવેજ પણ કરી દેવાયા. ત્યારે હવે આ અંગે ગામ લોકોને જાણ થતાં હવે આખાય ગામાના લોકો ચિંતામાં મુકાયા છે.
આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે : નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ
ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકો
7/12ના ઉતારામાં નામ હોવાનો લીધો ગેરલાભ
વિગતે વાત કરવામાં આવે તો દહેગામ મામલતદાર સહિત તંત્ર હરકતમાં આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દહેગામ તાલુકાના જુના પહાડિયામાં 50 વર્ષથી ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે. ત્યારે ગામ વેંચી દેનારા શખ્સોનું 7/12ના ઉતારામાં નામ હોવાનો ગેરલાભ લીધો હોવાનું સામે આવ્યું છે.
ગ્રામજનો હાલ તો સરકારી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મીલિભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માગ કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે.