ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકો
Navsari Heavy Rain : નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ... નવસારીના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ... વહેલી સવારે પણ ગણદેવીમાં ખાબક્યો 2 ઈંચથી વધારે વરસાદ...
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે. કાવેરી નદીમાં પાણી વધતા આતલીયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે છે. આતલિયા ઊંડાચ પુલ પાણીમાં ગરકાવ થાય તો અનેક ગામોને આ કારણે લાંબો ચકરાવો મારવો પડશે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જિલ્લામાં અવિરત વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે. મોડી રાતથી જિલ્લાના નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ગણદેવીમાં કાવેરી નદીના જલાસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો, નદીનું જળસ્તર 9.50 ફૂટે પહોંચ્યું છે.
નવસારી જિલ્લાના વાંસદામાં સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. જૂજ ડેમની સપાટી 0.30 મીટર વધી, જ્યારે કેલીયા ડેમની સપાટીમાં 0.60 મીટરનો વધારો થયો છે.
નવસારીમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં વરસાદના આંકડા
જિલ્લાની નદીઓની સપાટી
નવસારીના ડેમની સપાટી
જૂજ ડેમ : 153.30 મીટર (ઓવરફ્લો 167.50 મીટર) કેલિયા ડેમ : 103.20 મીટર (ઓવરફ્લો 113.40 મીટર)નવસારીના વીરાવળ ખાતે આવેલા APMC માર્કેટના ગેટ પાસે પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા શાકભાજી માર્કેટમાં આવતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં સમસ્યા થઈ રહી છે. દર વરસાદે અહીં પાણી ભરાવાની સમસ્યા રહે છે. ડ્રેનેજના અભાવે પાણી નિકાલની સમસ્યા છે.
Trending Photos