ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહી
Rain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદના રાણપુરમાં એક ઈંચ વરસ્યો હતો. જોકે રાજ્યમાં બે દિવસ પછી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સોમવારથી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા રહેશે. વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહી છે. વાદળછાયા વાતાવરણના કારણે હાલ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી ગયા પછી ત્યાં જ સ્થિર થયું છે.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ ચોમાસું કેમ કરીને દક્ષિણ ગુજરાતથી આગળ વધતુ જ નથી. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી કે, 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી 23 મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, હાલમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.
આ દેશ સામેથી નોકરી પણ આપશે અને વિઝા પણ, દેશ પર મોટું સંકટ આવતા ખોલ્યા દરવાજા
22 જૂનની વરસાદની આગાહી
અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
23 જૂન બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી
24, 25 અને 26 જુને સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.
કોરોના મહામારી બાદ બીજીવાર દેખાયો રહસ્યમયી મોનોલિથ થાંભલો, બીજી દુનિયા કે એલિયન!
તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.
પરેશ ગોસ્વામીની આગાહી
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.