Government Job : ગુજરાત પોલીસની ભરતીમાં અરજીઓનું વાવાઝોડુ ફૂંકાયું છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજી થઈ છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી. 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો. ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. ત્યારે તેમણે આગામી પરીક્ષાઓને લઈને મોટા અપડેટ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ભરતી અંગે મહત્વની માહિતી


  • નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે 

  • ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે 

  • PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે 

  • શારીરિક પરીક્ષા પછી તરત જ લેખિત પરીક્ષા લેવાશે 

  • પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી 

  • PSIની ભરતી માટે 4.99 લાખ અરજી મળી 

  • લોકરક્ષકની ભરતી માટે 11.5 લાખ અરજી  


તારીખ સાથે જાણો ગુજરાતમાં ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટા


ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવાનાં બીજાં તબક્કોનો અંતિમ દિવસ 9 સપ્ટેમ્બરે એટલે કે ગઈકાલે હતો. ત્યારે બીજા તબક્કાની સમય મર્યાદામાં મોટા પ્રમાણમાં અરજીઓ મળી છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, એપ્રિલ માસમાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી. જેમાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે ૪.૪૭ લાખ અને લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજી આવી છે. તો બીજીવારમાં પીએસઆઈ ૫૧,૮૦૦ લોકરક્ષક ૧.૩૫ લાખ અરજી આવી છે. 


અમદાવાદની આ જગ્યાના કરોડોમાં ઉંચકાશે પ્રોપર્ટીના ભાવ, આવી રહ્યો છે સૌથી મોટો ફૂડ પાર્ક