Junior Clerk Exam News : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે. આવતી કાલે ગુજરાતમાં જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાનાર છે. 9 લાખથી વધુ ઉમેદવારો આ જૂનિયર ક્લર્કની પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. ગાંધીનગર જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈ સરકાર સજજ બની છે. તમામ અધિકારી-કર્મચારીઓ ત્રણ દિવસ સુધી DDO હવાલે કરાયા છે. ગીર સોમનાથ સિવાયના અધિકારી-કર્મચારી DDO હવાલે છે. વર્ગ 1-2-3 ના કર્મચારીઓનો પરીક્ષાની કામગીરી માટે ઉપયોગ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે તમામ જિલ્લાઓને આદેશ વહેતા કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી જરુરીયાત મુજબ તેમની પાસેથી કામ લઈ શકશે. ત્રણ દિવસ અધિકારી કર્મચારીઓ પરીક્ષા માટે કામ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારી મોબાઈલ નહિ રાખી શકે
જુનિયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તો પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.


જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાના હોય તો આ અપડેટ જાણી લેજો, મળશે તમને મદદ


મળી ગયું ગુજરાતીઓના વારંવાર થાઈલેન્ડ જવાનું કારણ, જાણીને હક્કા બક્કા રહી જશો


સાણંદ પરીક્ષા કેન્દ્ર હોય તો ખાસ ધ્યાન રાખે 
આવતીકાલે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. જેમાં 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યભરમાં 3 હજાર જેટલા પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા લેવાશે. ત્યારે પરીક્ષાને લઈ તંત્ર દ્વારા મજબૂત વ્યવસ્થા કરાઈ છે. તંત્ર સિવાય અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ઉમેદવારો માટે સ્વૈચ્છીક રીતે આગળ આવી છે. સાણંદ તાલુકામાં ઉમેદવારોના રહેવા, જમવા સહિત તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. લોહાણા સમાજની વાડીમાં ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારો અન્ય જિલ્લામાંથી સાણંદ અને આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા આપવા આવે એ પહેલાં રોકાઈ શકે અને તમામ સુવિધાઓ મેળવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. તો સાધના ફાઉન્ડેશન દ્વારા જમવા તેમજ પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે. સાણંદમાં સાધના ફાઉન્ડેશનને બનાસકાંઠા, ભાવનગર, ડીસા, જૂનાગઢ, રાજકોટથી ઉમેદવારોના મદદ માટે ફોન આવી રહ્યા છે. સાણંદમાં 10 પરીક્ષા કેન્દ્ર પર 3 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચશે. 


અમદાવાદના આ બ્રિજ પરથી પસાર થતા પહેલા સો વાર વિચારજો, ગમે ત્યારે મોરબીવાળી થઈ શકે છે


બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે
આ પરીક્ષાને લઈને હસમુખ પટેલે જણાવ્યું કે આ વખતે જૂનિયર ક્લર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ કરવામાં આવનાર છે. આ વખતે કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે બોડીવોર્ન કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.


દોડશે સ્પેશિયલ ટ્રેન 
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના ઉમેદવારો માટે 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે. રાજકોટ-જૂનાાગઢ-રાજકોટ રૂટની ટ્રેન દોડશે. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટની ટ્રેન દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે. જે જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રિટર્ન થશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે 7:30 કલાકે ઉપડશે. રાજકોટથી બપોરે 2:55 કલાકે રિટર્ન થશે. ST વિભાગ પણ 250 એકસ્ટ્રા બસો દોડાવશે. 


 


ગુજરાતમાં નવી આગાહીથી બચીને રહેજો, ભુક્કા બોલાવશે એપ્રિલ-મે મહિનો