જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાના હોય તો આ અપડેટ જાણી લેજો, મળશે તમને મદદ

Junior Clerk Exam Call Letter : સમગ્ર રાજ્યમાં આગામી 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે...સુરતમાં ST વિભાગે કરી વિશેષ વ્યવસ્તા...સુરત અને તાપી જિલ્લામાંથી એક્સ્ટ્રા બસો દોડાવાશે...8 અને 9 તારીખે એક્સ્ટ્રા 150 બસ મુકવામાં આવશે...સુરતથી રાજ્યના અલગ અલગ શહેરોમાં દોડશે ST બસ

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાના હોય તો આ અપડેટ જાણી લેજો, મળશે તમને મદદ

Junior Clerk Exam News : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે. આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેવામાં પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે ગુજરાત રાજ્ય ST વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની મદદે આમ આદમી પાર્ટી પણ આવી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, તે ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે. તેમજ તેમના રહેવા-જમવાની પણ વ્યવસ્થા કરી આપવાની આપ ગુજરાત દ્વારા જાહેરાત કરાઈ છે. 

ગુજરાતમાં 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. ત્યારે પરીક્ષા પહેલાં આમ આદમી પાર્ટી મેદાનમાં આપ્યું છે. AAP ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહેલા હજારો યુવાનોની અમે મદદ કરીશું. ગુજરાતના લાખો લોકો અમારા પર વિશ્વાસ રાખીને બેઠા છે. અમારાથી બનતા તમામ પ્રયત્નો અમે કરીશું. દૂરના સેન્ટરમાં રહેવા-જમવા સહિતની વ્યવસ્થાનો પ્રયત્ન કરીશું. મોટા સેન્ટર અને જિલ્લા મથકે વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરીશું. વિવિધ સેન્ટર પર અમારા લોકોને સોંપી જવાબદારી છે. અમે આ મામલે કોઈ ટીકા-ટિપ્પણી કે રાજનીતિ કરવા માગતા નથી. અમે ફક્ત યુવાઓને મદદ કરવા માટે આવી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, એસટી વિભાગ દ્વારા વાર તહેવાર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે ત્યારે આગામી ૯ એપ્રિલના રોજ જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈને પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. સમગ્ર રાજ્યમાં આગામી 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. ત્યારે સુરતમાં ST વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત અને તાપી જિલ્લામાંથી એક્સ્ટ્રા બસ દોડાવાશે. 8 અને 9 તારીખે એક્સ્ટ્રા 150 બસ મુકવામાં આવશે. સુરતથી રાજ્યના અલગ અલગ શહેરોમાં બસ દોડશે. 

સુરત અને તાપી જિલ્લામાંથી પણ એક્સ્ટ્રા એસટી બસો પરીક્ષા આપનારા ઉમેદવારો માટે દોડાવવામાં આવશે. ત્યારે પંચાયત સેવા મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ પણ એક્શન મોડમાં આવ્યો છે. સુરત st વિભાગ દ્વારા 8 અને 9 તારીખના રોજ 150 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. સુરતની સાથે સાથે તાપી જિલ્લામાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ભાગ દ્વારા કરવામાં આવ્યું છે. સુરત થી છોટાઉદેપુર નવસારી ડાંગ અમદાવાદ ભરૂચ સહિતના રૂટની બસો જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને દોડાવવામાં આવશે અને આ માટે વિદ્યાર્થીઓ અગાઉથી ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news