Sahayak Jobs: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવ્યા બાદ શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જી હા... શિક્ષણ વિભાગે શહેર શિક્ષણ સહાયકના ભરતી માટે નિયમ જાહેર કર્યા છે. ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કર્યા છે. જેમાં ટાટ ભરતી માટે સમિતિ સહિતની બાબતો પર નિયમો જાહેર થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMનું સપનું થશે સાકાર! 1200 કરોડના ખર્ચે અંબાજીની થશે કાયાપલટ, માસ્ટર પ્લાન તૈયાર


શિક્ષક સહાયકોની ભરતી માટે જાહેર કરાયેલા નિયમો મુજબ ટાટના માર્ક અન્ય પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે. ટાટમાં ઉમેદવારો 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. ઉમેદવારો સિલેક્શન કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. સિલેક્શન કમિટી દ્વારા અરજીની સમીક્ષા થશે. સિલેક્શન કમિટી દ્વારા વિસ્તૃત નિયમોને આધીન પરિણામ તૈયાર કરશે. સિલેક્શન કમિટી 20 ટકા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરશે. 


ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા મુદ્દે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર, સમગ્ર ભરતી..


જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ
નોંધનીય છે કે, રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. 


આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, મોટી આગાહી


યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહિ, જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણાશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે કરેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે.


શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ! કોણે કરી કટકી?


રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં ૧:૩ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી.  જુના શિક્ષકની આ ભરતી વર્ષ 2011માં થઇ હતી.  ત્યારબાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહિ તે પ્રશ્નનું નિરાકારણ લાવવામાં આવ્યું છે. જેમાં વતનથી દુર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થતુ અટકે તેનો સરાહનીય નિર્ણય કરાયો છે.