PM મોદીની એન્ટ્રીથી મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ ભાજપને આપ્યુ સમર્થન
Rajput Samaj Supports BJP : ક્ષત્રિયોના આંદોલન વચ્ચે રાજવીઓની રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક પૂર્ણ, 45 જેટલાં રાજવીઓએ ભાજપને જાહેર કર્યુ સમર્થન, રાજવીઓના વિઝન પ્રમાણે પીએમ મોદી કરી રહ્યા છે કામકાજ
Rupala Controvery : પીએમ મોદીની એન્ટ્રીથી ગુજરાતમાં મેદાન શાંત થયું છે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. આજે રાજકોટના રણજીત વિલાસ ખાતે રાજવીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભાજપને સમર્થન જાહેર કરાયું છે.
આજે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ચિંતન શિબિર મળી હતી. રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્રના 45 જેટલા રાજવીઓ એકઠા થયા હતા. કચ્છના રાજમાતા, ભાવનગરના રાજવી, ગોંડલના હિમાંશુસિંહજી સહિતના રાજવીઓએ પોતાના મંતવ્ય રજૂ કરાયા હતા. આ ચિંતન શિબિરના અંતે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને સમર્થન આપવાની જાહેરાત કરાઈ હતી.
રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણી
પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું હતું કે, આપણા રાજવીઓ જે પ્રમાણે જે વિઝનથી કાર્ય કરતા હતા તે જ પ્રમાણે મોદી કરી રહ્યા છે. રાષ્ટ્રથી મોટું કંઈ નથી. કચ્છના મહારાણી પણ તરફેણમાં છે. રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી કોઈપણ વાદ વિવાદમાં ન પડવું જોઈએ. તો સાથે જ, કચ્છ, ભાવનગર, વાંકાનેર, ગોંડલ, દેવગઢ બારીયા, બાલાસિનોર, દાંતા સ્ટેટ, પાલિતાણા, સાણંદ, જસદણ, વિરપુર, વલભીપુર, ઢાંક, બજાણા, દેવપુર, નલિયા, ચોટીલા, ગૌરીદડ, ચોટીલા કોઠારીયા, રાજપરા, બાબરા, બીલખા, કાનપુર, માખાવડ, સાપર, મેંગણી અને પાળીયાદ સહિતના સ્ટેટના રાજવીઓએ પત્રના માધ્યમથી નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું.
મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહી