Gujarat Poltics : ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા મક્કમ છે. રાજપૂતોને મનાવવા ગુજરાત સરકારે મોડી રાતે બે વાગ્યા સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. પરંતુ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું. અઢી કલાક સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. બંધબારણે થયેલી આ બેઠકના મોટા અપડેટ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્ષત્રિય સમાજ કહે તે પ્રમાણે માફી મંગાવવા પણ તૈયાર છે. ધર્મગુરૂ સમક્ષ માફી મંગાવવા સરકારે તૈયારી બતાવી છે. પરંતુ બીજી તરફ, ક્ષત્રિય સમાજે સરકાર સામે માંગણી કરી હતી કે, સરકાર સાથે કોઇ પણ દુશ્મની સાથે કે નથી પક્ષ સામે, અમારી માત્ર એક જ માગણી રૂપાલાને ટિકિટ નહિ. તેમના પરિવારને ટિકિટ આપશો તો પણ વાંધો નહિ. આમ, બેઠકમાં કોઈ સમાધાન ન આવતા બે દિવસમા પાછા બેઠક માટે મળવાની વાત બંને પક્ષ થઈ છે. જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા પછી પણ ક્ષત્રિય સંકલન સમિતિ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે. હાલ ક્ષત્રિયોએ સરકાર સામે નહિ ઝૂકવાનું નક્કી કરી લીધું છે. સંકલન સમિતિએ સરકાર સામે એક જ માંગણી કરી કે, પુરુસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. સરકાર સાથે બેઠક બાદ ક્ષત્રિયોએ અમદાવાદના ગોતા વિસ્તારમાં અલગથી મીટિંગ કરી હતી. જે મોડી રાતે 2 વાગ્યા બાદ શરૂ થઈ હતી, અને મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં પણ ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની કોર કમિટી ટીમ હાજર રહી હતી. 


ક્ષત્રિયોએ સરકારને કહ્યું, પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરી


રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે પણ ભાજપનો વટ પડી ભાંગશે! રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે



રાજસ્થાનના દીયા કુમારી આજે ગુજરાત આવશે
ક્ષત્રિય સમાજની બેઠક વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી આજે રાજકોટ આવે તેવી શકયતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી નોંધણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે. પરસોત્તમ રૂપાલા અને વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા 13 તારીખે રાત્રે રાજસ્થાન ગયા હતા. 


કોંગ્રેસ શીખી ગઈ ખેલ! મહેસાણા જાણી જોઈ હારશે પણ પાટણ-વિજાપુરમાં ભાજપને પરસેવો પડાવશે