Gujarat Politics બનાસકાંઠા : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે એટલા માટે પેચીદો બન્યો છે, કારણ કે આ બેઠક પર વટની લડાઈ છે. આ બેઠક ગેનીબેનનો ગઢ ગણાય છે. તેથી ત્યાં સહેજ પણ કાચું કપાયું તો કોંગ્રેસ વિજયી બનશે તેવું ભાજપ માને છે. ત્યારે વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ મનાય છે, ત્યાં આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે પેટાચૂંટણી લડશે
કોંગ્રેસ-AAP સાથે મળીને વાવ વિધાનસભા પેટા ચૂંટણી લડશે તેવી આજે જાહેરાત કરાઈ છે. AAP વાવ વિધાનસભામાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન કરશે. તેથી હવે વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નહિ ખેલાય. પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે આજે AAP અને કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરી શકે છે. 


દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોત


કોંગ્રેસમાંથી ગુલાબસિંહનું નામ લગભગ ફાઈનલ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. 25 તારીખે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સુઈગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે આજ સાંજ સુધીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થવાની સંભાવના છે. કોંગ્રેસમાંથી થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનાનું નામ લગભગ નિશ્ચિત છે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર, મુકેશજી ઠાકોર, અમીરામ આસલ, માવજી પટેલના નામ ચર્ચામાં છે. આવતીકાલે બંને પક્ષના ઉમેદવારો ફોમ ભરતા પહેલા  સભાઓ યોજશે. આવતીકાલે કોંગ્રેસ અને ભાજપના પ્રદેશના નેતાઓ સભાઓમાં ઉપસ્થિત રહી ઉમેદવારોના ફોર્મ ભરાવવા સુઇગામ પ્રાંત કચેરીએ જશે. 


અમેરિકામાં પાટીદાર યુવતી ડિમ્પલ પટેલની મુશ્કેલી વધી! ભયાનક અકસ્માત કરી બે લોકોને ઉડા