અમેરિકામાં પાટીદાર યુવતી ડિમ્પલ પટેલની મુશ્કેલી વધી! ભયાનક અકસ્માત કરી બે લોકોને ઉડાડ્યા હતા
Patidar Samaj : ડિમ્પલ પટેલ નામની યુવતીએ આ વર્ષે માર્ચ મહિનામાં દારૂ પીને કાર ચલાવી બે યુવકોને ઉડાડ્યા હતા. ત્યારે તેની સામે નવી ટ્રાયલ શરૂ થઈ છે
Trending Photos
America News : અમેરિકામાં મોટી સંખ્યામાં પાટીદારોની વસ્તી છે. ત્યારે આ વર્ષ માર્ચ મહિનામાં એક પાટીદાર યુવતીએ મોટો અકસ્માત સર્જ્યો હતો. 23 વર્ષની ડિમ્પલ પટેલે પેન્સિલવેનિયા ઈન્ટરસ્ટેટ 95 પર અકસ્માત બેફામ સ્પીડે ગાડી હંકારીને બે લોકોને ઉડાડ્યા હતા. બંને લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા હતા. ત્યારે આ કેસમાં હવે ટ્રાયલ શરૂ થઈ છે.
શું થયું હતું
23 વર્ષની ડિમ્પલે 03 માર્ચ 2024ના રોજ ફિલાડેલ્ફિયાના ઈન્ટરસ્ટેટ 95 પર રાતે સવા ત્રણ વાગ્યે આ અકસ્માત કર્યો હતો, જેમાં 28 ઓગસ્ટના રોજ તેની સામે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવા ઉપરાંત પુરાવા સાથે છેડછાડ કરવાનો અને બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવાનો અને વાહન દ્વારા કોઈનું મોત નીપજાવવા સહિતના ચાર્જિસ લગાવવામાં આવ્યા હતા. પોતાના પર ગંભીર ચાર્જ લાગ્યા બાદ ડિમ્પલ પટેલે 03 સપ્ટેમ્બરના રોજ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. અકસ્માત કરનારી ડિમ્પલ પટેલ પ્રી-મેડિકલની સ્ટૂડન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસ્માત કરીને ભાગી ગઈ હતી ડિમ્પલ પટેલ
ડિમ્પલે જે જગ્યાએ અકસ્માત કર્યો હતો તે કન્સ્ટ્રક્શન ઝોનમાં સ્પીડ લિમિટ 45 માઈલ પ્રતિ કલાકની હતી પરંતુ ડિમ્પલ 72 માઈલ પ્રતિ કલાકની સ્પીડે કાર ચલાવી રહી હતી. આ અકસ્માતને નજરે જોનારાએ કહ્યું હતું કે, અકસ્માત થયો તેની બે સેકન્ડ પહેલા ડિમ્પલ ચાલુ ગાડીએ સ્ટિયરિંગ સંભાળવાને બદલે ફોન જોઈ રહી હતી અને તેના હાથ સ્ટિયરિંગ પર હતા જ નહીં તેમજ અકસ્માત થયા બાદ તેણે બ્રેક પણ નહોતી મારી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે ડિમ્પલ આલ્કોહોલ અને મારિજુઆનાના નશામાં હતી.
ડિમ્પલે ભયાનક રીતે અકસ્માત સર્જયો હતો
આ અકસ્માત એટલો ખતરનાક હતો કે, બેસ્ટી રોસ બ્રિજ પર બે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ ચાર ગાડીઓની એકબીજા સાથે ટક્કર થઈ હતી, જેમાં બ્રિજ પર એક બગડેલી કાર સાઈડમાં ઉભી હતી અને તે કારનો ડ્રાઈવર અને તેને મદદ કરવા પોતાની કાર સાઈડ પર કરીને નીચે ઉતરેલો બીજો એક વ્યક્તિ ડિમ્પલની કારની ટક્કરથી મોતને ભેટ્યા હતા.
આ કેસના લેટેસ્ટ અપડેટ
3 સપ્ટેમ્બરના રોજ ડિમ્પલ પટેલે પોતાને સરેન્ડર કરી હતી. જેના બાદ તેને બે લાખના બોન્ડ પર મુક્ત કરવામાં આવી હતી. ડિમ્પલ પર અકસ્માતના પુરાવાને નાશ કરવાનો પણ આરોપ મૂકાયો છે. ત્યારે તેના પર બાકીના આરોપ અંતર્ગત તેના પર હવે ટ્રાયલ શરૂ થી છે. ત્યારે પોલીસ કસ્ટડીમાં રહેલી ડિમ્પલ મીડિયાને જોઈને મોઢું છુપાવતી જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે