Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના મોટા માથાઓનું રૂ. 2500 કરોડનું જમીન કૌભાંડમાં CID ક્રાઇમમાં ગુનો દાખલ કરાયો છે. તત્કાલીન સિટી સર્વે સુપ્રિ. કે.ડી.ગામીત, એ.ડી.પટેલ સહિતના સરકારી બાબુઓ સહિત સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ છે. જમીન માલિક આઝાદ રામોલિયાએ આ અંગે ફરિયાદ નોંધાવી, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદી આઝાદ રામોલિયાએ સીઆઇડી ક્રાઇમથી લઇ મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી છે. બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઇ જમીન માલિકને જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ બહાર આવ્યું. બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઇ જમીન માલિકને જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ ઉજાગર થયો હતો. હવે CID ક્રાઇમમાં ગુનો દાખલ કરાયો છે. સરકારી બાબુઓ CMના આદેશને પણ ઘોળીને પી ગયા છે. 


ડુમસ-વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવા મામલે રામોલિયાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબંધિત તંત્રોને કાર્યવાહી કરવા સાથે પત્ર પણ મોકલ્યો હતો. જોકે, શહેરમાં મોટા ભા બનીને ફરતા જમીન માફિયાઓના ઇશારે સરકારી બાબુઓ મુખ્યમંત્રીના આદેશને પણ ઘોળીને પી ગયા હતા. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ અરજીમાં સામેલ પરંતુ FIRમાંથી ગાયબ થઈ ગયા છે. 


ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, ઉત્તરાયણ પહેલા આવશે કે પછી તે ખાસ જાણી લો


ફરિયાદી આઝાદ રામોલિયાએ સીઆઇડી ક્રાઇમથી લઇ મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરેલી અરજીમાં સમૃદ્ધિ કોર્પોરેશન ભાગીદારી પેઢીના ભાગીદારો 


1. નરેશ નેમચંદ શાહ (રહે- અભિષેક બંગલો, અશ્વિન મહેતા પાર્ક પાસે, અઠવાલાઇન્સ), 
2. મનહર મુળજીભાઇ કાકડિયા (રહે- સીટીલાઇટ સોસાયટી, ઉમરા), 
3. લોકનાથ લોરેન્દામલ ગંભીર (રહે- સાયલન્ટ ઝોન, ડુમસ), 
4. જયપ્રકાશ ખાનચંદ આસવાણી (રહે- સાયલન્ટ ઝોન, ડુમસ), 
5. મીનાબેન નરેશ શાહ (રહે- અભિષેક બંગલો, અઠવાલાઇ ન્સ), 
6. હિતેશ મહાસુખલાલ દેસાઇ (રહે- મણિપુષ્પક સોસાયટી, દેલાડ, ઓલપાડ), 
7. સીટી સર્વેયર ઓફિસર કાનાલાલ પોલા ગામીતને આરોપી બનાવ્યા હતા. 


જોકે, સીઆઇડી ક્રાઇમના સુરત ઝોને દાખલ કરેલી FIRમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને આરોપી તરીકે દર્શાવ્યા હતા. FIRમાંથી સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર બિલ્ડરોના નામ ગાયબ હોય અનેક શંકાકુશંકા ફેલાઇ છે. સામાન્ય રીતે અરજીના કેસમાં પૂરતી તપાસ તથા પુરાવા હાથવગા કર્યા બાદ તમામ આરોપીઓના નામ સાથે ગુનો દાખલ થતો હોય છે. આ કેસમાં FIRમાંથી સમૃદ્ધિના ભાગીદારોના નામનો શામાટે ઉલ્લેખ કરાયો નથી તે અંગે સીઆઇડીએ કોઈ ફોડ પાડ્યો નથી. પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી: ૩૫૧ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવાયા. 


ચૌધરી સમાજની મહિલાઓએ મોટું બીડું ઉપાડ્યું, કુરિવાજો દૂર કરવા કમર કસી