Jobs In Canada : હાલ કેનેડા અને અમેરિકા જવા માટે લોકોનો રાફડો ફાટ્યો છે. આ બંને દેશોમાં જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચી નાંખવા તૈયાર થાય છે. અમેરિકામાં સરળતાથી પીઆર અને વિઝા મળતા ન હોવાથી હવે ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે. આ દેશ પણ ગુજરાતીઓને મોસ્ટ વેલકમ કહી રહ્યો છે. કારણ કે, કેનેડામાં કામ કરતા લોકોમાં ચોથા ભાગના વિદેશીઓ છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારો વર્ગ બહુ જ મોટો છે. પરંતુ જો તમે બહુ કેનેડા કેનેડા કરતા હોવ તો કેનેડામાં નોકરીની શોધ લગાવતા ઢગલાબંધ ભારતીયોનો વીડિયો ચોંકાવી દે તેવો છે. આ બાદ અમે કેનેડામાં હાલ શુ સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીયો અને આશાઓ લઈને ગુજરાતીઓ આવે છે, ત્યારે કેનેડામાં નોકરીની શું અછતની ચર્ચા વચ્ચે ટ્રેડ ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયાના હેમંત શાહે જણાવ્યું કે, હું 49 વર્ષથી કેનેડામાં રહું છું. ગુજરાતીઓને માત્ર ટોરેન્ટોમાં જ જવુ હોય છે. પરંતુ કેનેડા બહુ મોટું છે. ત્યા અનેક સ્ટેટ છે, અને ત્યાં અનેક તકો રહેલી છે. જો ટોરન્ટોમાં વધુ રશ હોય તો એક નોકરી માટે આટલી ઢગલાબંધ લોકો આવે તેવી શક્યતા વધુ છે. કારણ કે, ટોરન્ટો કેનેડાની ફાઈનાન્શિયલ કેપિટલ છે. 


ગુજરાતીઓ જુઓ કેનેડામાં કેટલી બેકારી છે, એક યુવકે વીડિયો બનાવીને ખોલી અસલી પોલ


વિદ્યાર્થીઓ એવી જગ્યાએ નોકરી કરવા તૈયાર થાય છે જ્યા ભણતર એળે જાય છે. ગુજરાતીઓ પિઝા આઉટલેટ, કોફી શોપમાં કામ કરતા થઈ ગયા છે. ત્યારે હેમંત શાહ જણાવે છે કે, કેનેડામાં આવી કોઈ સ્થિતિ નથી. હાલના વિદ્યાર્થીઓની સ્થિતિ એવી છે કે, તેઓ ગમે ત્યા ભણ્યા હોય, પરંતુ તેઓએ કેનેડાનું અંગ્રેજી શીખવું અને ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન શીખવુ બહુ જ જરૂરી છે. કેનેડામાં આવીને ભલે કોઈ નાનો કે મોટો કોર્સ કર્યો હોય, પરંતું ત્યાનું અંગ્રેજી શીખી લેવુ જરૂરી છે. તમારા પ્રોફેશનમાં અહી પણ નોકરી મળી રહે છે, પરંતુ તેના માટે મહેનત કરવી પડે છે. કેનેડાની કંપનીઓ અહી લોકોને પૂછે છે કે, તમને કોઈ ક્લીનિકલ અનુભવ છે કે નહિ. ત્યારે નાનો મોટો કોર્સ નહિ પરંતુ અંગ્રેજી સુધારો, ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન સ્કીલ સુધારો. આનાથી તમને નોકરી મળી જશે. ભારતથી આવતા નવા ઈમિગ્રન્ટ્સ પિઝ્ઝ હટ, મલ્ટીપ્લેક્સ જેવી ઓડ જોબ્સ કરે છે. સારી નોકરી માટે મહેનત કરવી પડે છે.  


કેનેડાની કંપનીઓની ઓફર આવે તો લોટરી લાગી સમજો, સરળતાથી મળી જાય છે PR અને Visa


ગુજરાત સરકારના દાવા પોકળ, રોજ આટલા લાખ ગુજરાતીઓ નોકરી માટે ભટકે છે


લોકોને એમ લાગે છે કે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓ અને લોકો વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. પરંતુ હકીકત એવુ નથી. તેથી જો તમે લાખો ખર્ચીને અને ઉછીના લઈને કે લોન લઈને કેનેડા ગયા હોય તો ખાસ વાંચી લેજો, નહિ તો પસ્તાશો.