ગુજરાત સરકારના દાવા પોકળ, રોજ આટલા લાખ ગુજરાતીઓ નોકરી માટે ભટકે છે

Jobs In Gujarat : જે 10 લાખ લોકોએ નોકરી માટે એપ્લાય કર્યુ છે, તેમાં સારા સારા ફિલ્ડના લોકો સામેલ છે. જેમ કે, સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, ફાઈનાન્સ, એકાઉન્ટ, વહીવટી વિભાગના વર્ગ છે
 

ગુજરાત સરકારના દાવા પોકળ, રોજ આટલા લાખ ગુજરાતીઓ નોકરી માટે ભટકે છે

job vacancy in gujarat : ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન કહેવાય છે. ગુજરાત સરકાર ઢગલાબંધ નોકરીઓના દાવો કરે છે. પરંતું ગ્રોથ એન્જિન ગુજરાતમાં નોકરીઓ માટે ભાગદોડ થઈ રહી છે. વિકાસશીલ ગુજરાતમાં પણ નોકરીઓ ઘટી રહી છે, અને બેરોજગારો વધી રહ્યાં છે. એક આંકડા અનુસાર, દેશમાં જુન મહિનામાં બેરોજગારીનું સ્તર 8.45 ટકા પર પહોંચ્યું છે. તેમાં અમદાવાદની સ્થિતિ વધુ કથળેલી છે. કારણ કે, એકલા અમદાવાદમાં જ 10 જેટલા લોકોએ નોકરી માટે અરજી કરી છે. 

અંદાજીત ચાર લાખ વ્યાપારી સંસ્થાનો અને ત્રણ કરોડ જેટલા નોઁધાયેલા નોકરી ઈચ્છુક ધરાવતી આ કંપનીએ એક ડેટા જાહેર કર્યો છે. વર્ષ 2023ના પ્રથમ છ મહિનાનો આ રિપોર્ટ છે, જેમાં જણાવ્યું કે, અમદાવાદમાં 10 લાખ લોકોએ નોકરી માટે અરજી કરી છે. અમદાવાદમાં બેરોજગારીની સ્થિતિ કથળી છે. ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં જ નોકરીઓના ઠેકાણા નથી. એક ખાનગી કંપનીના અહેવાલ અનુસાર, જાન્યુઆરીથી જુનના છ માસમાં જ અમદાવાદમાં 10 લાખ લોકોએ નોકરીઓ માટે અરજી કરી છે. એટલે કે, અમદાાવદનો દર સાતમો વ્યક્તિ નોકરી માટે રોજ ભટકે છે. 

રિપોર્ટ એમ પણ જણાવે છે કે, આ 10 લાખ લોકોમાં 3.8 લાખ મહિલાઓ છે. ડેટા પરથી જાણવા મળ્યું કે, આટલા બધા અમદાવાદીઓ નોકરીની શોધ કરતા હોવા છતાં અમદાવાદનો ક્રમ દેશમાં 10 માં નંબર છે. આ હાલત તો માત્ર અમદાવાદની છે, પરંતું અમદાવાદ કરતા ગુજરાતના અન્ય શહેરોમાં નોકરી મેળવવુ એના કરતા વધુ મુશ્કેલ કામ છે. 

કયા કયા વિભાગમાં અરજી ગઈ
જે 10 લાખ લોકોએ નોકરી માટે એપ્લાય કર્યુ છે, તેમાં સારા સારા ફિલ્ડના લોકો સામેલ છે. જેમ કે, સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, ફાઈનાન્સ, એકાઉન્ટ, વહીવટી વિભાગના વર્ગ છે. રિપોર્ટ અનુસાર, નોકરી શોધનારા લોકોમાં 21 થી 34 વર્ષના લોકો વધુ છે, જેઓ નોકરીની શોધ ચલાવે છે. લ્સ, બિઝનેસ ડેવલોપમેન્ટ, ફાઈનાન્સ, એકાઉન્ટ અને વહીવટી વિભાગમાં કામગીરી માટે નોકરીની શોધ વધુ ચાલી રહી છે. 

ગુજરાત સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે, જે વર્ગના લોકો નોકરી શોધી રહ્યા છે તે યુવા વર્ગ છે. જેમનુ ભવિષ્ય હજી બન્યુ નથી. ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ સતત વધી રહેલી બેરોજગારી પણ ચિંતાનો વિષય છે. ગુજરાત એ વેપારી રાજ્ય કહેવાય છે, જો આ રાજ્યમાં આવી સ્થિતિ હોય તો દેશના અન્ય રાજ્યોમાં કેવી સ્થિતિ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news